સુશાંતસિંહના વકીલે કરી CBI તપાસની માંગ, કહ્યું મુંબઈ પોલીસ તપાસમાં અડચણ ઉભી કરી રહી છે

August 04, 2020

મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાનો મામલો દિવસે દિવસે ગુંચવણ ભર્યો થઈ રહ્યો છે. આ કેસને લઈને બિહાર અને મુંબઈ પોલીસ આમને સામને થઈ ગઈ છે. હવે સુશાંતના પરિવારની તરફથી તેના વકીલ વિકાસસિંહે આ મામલે સીબીઆઈની તપાસની માંગ કરી છે. તેનું કહેવુ છે કે મુંબઈ પોલીસ બિહાર પોલીસને તપાસ નથી કરવા દઈ રહી.

મંગળવારે સુશાંતસિંહ રાજપૂતના વકીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ તપાસમાં અડચણ કરી રહી છે. પહેલીવાર એવું થયું છે કે તપાસ અધિકારીઓને તેમનું કામ નથી કરવા દેવામાં આવી રહ્યું. જેના પગલે આરોપીને ફાયદો મળી રહ્યો છે. અમે  બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને વિનંતી કરી છે કે તે આ મામલે તપાસ સીબીઆઈને સોંપવામાં આવે.

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા કેટલાક ખુલાસા કર્યા છે. સોમવારે મુંબઈ પોલીસના કમિશ્નર પરમબીરસિંહે કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા પહેલા ગુગલ પર કેટલીક વસ્તુ સર્ચ કરી હતી. જેમાં બાઈપોલર, ડિસોર્ડર, સ્તિજોફ્રેનિયા, પેનલેસ ડેથ અને પોતાનું નામ સામેલ છે. જણાવી દઈએ કે બાઈપોલર ડિસોર્ડર અને સ્તઝફ્રેનિયા ગંભીર માનસિક બિમારીઓ છે. અને આ બિમારીનું પરીણામ બહુ ઘાતક આવે છે.  કમિશ્નરમા જણાવ્યા અનુસાર રિયા ચક્રવર્તીએ સુશાંતસિંહ રાજપૂતનું ઘર 8 જૂને મુકી દીધું હતું. કારણ કે તે ડિપ્રેસ  હતી. તેમની હાલત પણ સારી ન હતી. એટલા તે ચાલી ગઈ હતી. જેના પછી સુશાંતની બહેન આવી હતી તે પણ 13 જૂન ચાલી ગઈ હતી. કારણ કે તેની દિકરીની પરીક્ષા હતી.

રિયાના બે નિવેદન લેવામાં આવ્યા તેમાં તેણે જણાવ્યું હતું કે તેમના સંબંધોમાં અનબન હતી. તેણીએ મળ્યા ત્યારથી લઈને સુશાંતની માનસિક સ્થિતિ અને બીજી કેટલીક ઘટનાઓને લઈને જાણકારી આપી. રિયા અને સુશાંતના પરિવાર વચ્ચે પણ મનમેળ નહોતો.

લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના પ્રમુખ ચિરાગ પાસવાને મંગળવારે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે ફોન પર વાત કરી. સવારે આશરે આઠ વાગ્યે ચિરાગે નીતીશ સાથે વાત કરી. ચિરાગ અને નીતીશે ફોન પર લગભગ 10 મિનિટ વાત કરી. ચિરાગે ફરીથી નીતીશ કુમાર સાથે સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ચિરાગે આ મુદ્દે ફરીથી મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. બીજી તરફ, લોક જન શક્તિ પાર્ટીના ધારાસભ્ય અને સુશાંત સિંહ રાજપૂતના ભાભી નુતન સિંઘનું કહેવું છે કે, આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં બિહાર સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરવી જોઈએ.