સુશાંતની જૂની નોટ વાયરલ થતાં હાહાકાર, ‘હું ખોટી રમત રમી રહ્યો છું, હું કોણ છું, મારે તો…..’
January 13, 2021

અયોધ્યા : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને 7 મહિના થવા આવ્યા છે. તેમનું મોત બોલિવૂડ માટે નુકસાનકારક સાબિત થયું અને જેની વળતર ક્યારેય નહીં મળે. આ કેસની તપાસ ચાલી રહી છે, પરંતુ અભિનેતાના પરિવારજનો પણ કંઈક શેર કરીને ચાહકો સાથે સંકળાયેલા રહે છે. આ સમયે સુશાંતની એક જૂની નોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ નોટ ખુદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શેર કરી છે.
સુશાંત આ નોટમાં લખે છે- મેં મારા જીવનના 30 વર્ષ ફક્ત કંઇક બનવાની ઇચ્છામાં કાઢ્યા છે, હું સારી ટેનિસ રમવા માંગુ છું, સારા ગ્રેડ મેળવવા ઇચ્છું છું. હું બધું જ એ નજરથી જોવા લાગ્યો હતો. હું કદાચ મારી જાત સાથે ખુશ ન હતો, સારું થવાનું સ્વપ્ન જોતો હતો. પરંતુ પછી હું સમજી ગયો કે હું ખોટી રમત રમું છું. કારણ કે ખરેખર વાત તો એ હતી કે હું કોણ છું. સુશાંતની આ જૂની નોટ શેર કરતી વખતે શ્વેતા પણ ભાવુક થઈ રહી છે. તે કહી રહી છે કે આ બહુ ઉંડી વાત છે.
આ પહેલીવાર નથી જ્યારે સુશાંતના પરિવાર દ્વારા આવું કંઇક શેર કરવામાં આવ્યું હોય. આ અગાઉ ઘણા પ્રસંગો પર અભિનેતાની યાદો બધા સાથે શેર કરવામાં આવી છે. ક્યારેક તેના ગીત ગાવાનો વીડિયો વાયરલ થયો છે તો ક્યારેક તે કોઈની મદદ કરતો હોય એવો વીડિયો શેર કરવામાં આવે છે. બોમ્બે હાઈકોર્ટમાં પણ તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતની પ્રશંસા કરવામાં આવી હતી.
Related Articles
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ નકાર્યો
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સર...
Jan 21, 2021
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટાન પહોંચ્યો, ભૂટાનના વડાપ્રધાન શેરિંગે જાતે સ્વાગત કર્યુ
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટ...
Jan 20, 2021
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ, હવે આ દિવસે ફરી મીટિંગ
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ,...
Jan 20, 2021
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક્ટિવ કેસ હતા, હવે ફ્ક્ત 1.94 લાખ કેસ બચ્યા
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક...
Jan 20, 2021
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ્ધ અરજી પાછી લો, પોલીસને નક્કી કરવા દો
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ...
Jan 20, 2021
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 કરોડ સહાયની જાહેરાત કરી
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 ક...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021
.jpg)
20 January, 2021

20 January, 2021