બુમરાહ-શમી બધી વનડે અને T-20 રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત

November 19, 2020

નવી દિલ્હી : ભારતના પ્રીમિયર સ્ટ્રાઇક બોલર્સ જસપ્રીત બુમરાહ અને મોહમ્મ્દ શમી ઓસ્ટ્રેલિયા સામે વનડે અને T-20 સીરિઝમાં બધી મેચો રમશે કે નહીં, તે અંગે સસ્પેન્સ યથાવત છે. T-20 મેચ અને વોર્મ-અપ મેચની ડેટ્સ ક્લેશ થવાને કારણે ટીમ મેનેજમેન્ટ બુમરાહ અને શમીને લિમિટેડ ઓવર્સની સીરિઝમાં રોટેટ કરી શકે છે. 4 મેચોની ટેસ્ટ સીરિઝ 17 ડિસેમ્બરે શરૂ થશે.

BCCIના સૂત્રોએ જણાવ્યા અનુસાર, જો ઇશાંત શર્મા પ્રથમ ટેસ્ટ પહેલા ફિટ ન થાય તો બુમરાહ અને શમીનો વર્કલોડ ઘણો વધશે. આ અંગે હેડ કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ ઘણા ગંભીર છે. પહેલી વોર્મ-અપ મેચ 6-8 ડિસેમ્બર સુધી ડ્રામોયને ઓવલમાં છે અને T-20 સીરિઝની બીજી અને ત્રીજી T-20 6 અને 8 ડિસેમ્બરે રમાવવાની છે.

બુમરાહ અને શમી ટેસ્ટ ટીમનો મહત્ત્વનો ભાગ છે. તેવામાં તેમને રેડ બોલ માટે તૈયાર કરવામાં આવશે. વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ બંનેને 12 દિવસમાં 6 મેચ રમાડવાનો રિસ્ક નહીં લે.

સૂત્રો અનુસાર, જો બુમરાહ અને શમી બધી T-20 રમે છે તો તેમના માટે માત્ર 1 જ વોર્મ-અપ મેચ બચશે. જે 11થી 13 ડિસેમ્બર સુધી સિડનીમાં રમાશે. ભારત એડિલેડ ખાતેની ડે-નાઈટ ટેસ્ટ પહેલા અહીં પોતાની પ્લેઈંગ-11 નક્કી કરવા માગશે. તેવામાં આશા છે કે, બંને મુખ્ય ફાસ્ટ બોલર્સને સરખી રીતે રોટેટ કરવામાં આવશે.

ડે-નાઈટ ટેસ્ટ એડિલેડમાં થશે. સરકારે 50% દર્શકોને મેચ જોવાની પરવાનગી આપી છે. આ સ્ટેડિયમની સીટિંગ કેપેસિટી 54 હજાર દર્શકોની છે. તે પછી ક્રિસમસ વીકમાં થનાર બોક્સિંગ ડે ટેસ્ટમાં 25 હજાર ફેન્સને એન્ટ્રી મળશે. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા એક લાખ છે. ફેન્સની સુરક્ષિત એન્ટ્રી અંગે વિક્ટોરિયન ગવર્મેન્ટ અને મેલબોર્ન ક્રિકેટ ક્લબે સાથે મળીને કોવિડ સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે.