મુસ્લિમ હોવાની શંકાએ જૈન વૃદ્ધની માર મારીને હત્યા:તારુ નામ મોહમ્મદ છે, આધાર કાર્ડ બતાવ કહી ધડાધડ ઝાપટો મારી

May 21, 2022

મધ્યપ્રદેશના મનાસાના નીમચમાંથી માનવતાને હચમચાવી દે તેવો વીડિયો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધને મુસ્લિમ હોવાની શંકામાં મારી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યાનો આરોપ એક બીજેપી નેતા પર લગાવવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. જેમાં આરોપીને ઝાપટ મારીને વૃદ્ધને આધાર કાર્ડ બતાવવાનું કહે છે. મૃત્યુ પામેલા પીડિતની ઓળખાણ રતલામ જિલ્લાના ભંવરલાલ જૈન તરીકે થઈ છે.

રતલામ જિલ્લાના સૌથી વૃદ્ધ સરપંચ પિસ્તાબાઈ ચત્તરના દીકરા ભંવરલાલની બીજેપી નેતાએ માર મારીને હત્યા કરી દીધી. વૃદ્ધને મુસ્લિમ હોવાની શંકામાં માર મારવામાં આવ્યો હતો. મરનારી વ્યક્તિ પણ એક અન્ય બીજેપી નેતાનો ભાઈ હતી.

સરપંચનો આખો પરિવાર 15 મેના રોજ ભેરુજીની પૂજા માટે ચિત્તૌડગઢ ગયો હતો. 16 મેના રોજ પૂજાપાઠ પછી ભંવરલાલ ગુમ થઈ ગયો હતો. ગુરુવારે તેમનો મૃતદેહ મનાસામાં પોલીસ સ્ટેશનથી અડધો કિમી દૂર રામપુરા રોડ પર મળ્યો હતો. હવે ભંવરલાલને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.