અયોધ્યા રામમંદિર પર આંતકી હુમલાની આશંકા: જગતગુરુ પરમહંસ આચાર્યનો PM મોદીને પત્ર

August 06, 2022

દિલ્હી- અયોધ્યામાં બનેલા રામ મંદિર નિર્માણના 5મી ઓગસ્ટે 2 વર્ષ પૂર્ણ થયા. તપસ્વી છાવણીના જગત ગુરુ પરમહંસ આચાર્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર મોકલ્યો છે. PM મોદીને લખવામાં આવેલા પત્રમાં જગદગુરુએ કહ્યું કે, રામ મંદિરના નિર્માણથી લોકો ઉત્સાહિત છે, પરંતુ મંદિરની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. દેશમાં રોહિંગ્યા આતંકવાદીઓની સંખ્યા વધી રહી છે. જો આને રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં રામ મંદિર પર પણ હુમલો થઈ શકે છે, તેથી સરકારે અહીં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી જોઈએ.
પરમહંસ આચાર્યએ જણાવ્યું હતું કે, જો નિર્માણાધીન મંદિર સંકુલમાં સુરક્ષામાં કોઈ ખામી સર્જાશે અને કોઈ ઘટના બનશે તો તેના માટે ભાજપ સરકાર જવાબદાર રહેશે. 
જગદગુરુ પરમહંસે પીએમ મોદીને પત્ર લખીને જનસંખ્યા નિયંત્રણ અધિનિયમ અને સમાન નાગરિક સંહિતાને વહેલામાં વહેલી તકે લાગુ કરવા જણાવ્યું છે.


જગદગુરુ પરમહંસચાર્યએ કહ્યું કે જો ભાજપ ઇચ્છે તો વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરી શકે છે. તેનાથી દેશની ઘણી સમસ્યાઓ દૂર થશે. તેનાથી બેરોજગારી ઘટશે.  વધુમાં તેમણે કહ્યું કે જો વસ્તી નિયંત્રણ કાયદાનો વહેલી તકે અમલ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં દેશને વસ્તીવધારાનો સામનો કરવો પડી શકે છે.  બાળકો ધરાવતા લોકોને જ નોકરી, સરકારી લાભો અને 5 વર્ષથી ઉપરના બાળકોની નાગરિકતા 20 વર્ષ માટે નાબૂદ કરવી જોઈએ. આમ કરવાથી દેશમાં વસ્તી માટે એક અનુશાસન આવી જશે.


જગદગુરુએ કહ્યું છે કે,વર્તમાન ભાજપ સરકાર ખૂબ સારું કામ કરી રહી છે, પરંતુ જો વસ્તી નિયંત્રણ કાયદો નહીં લાવવામાં આવે તો બધું કરવા છતાં કંઈ થશે નહીં અને તેના માટે વર્તમાન ભાજપ સરકાર જવાબદાર રહેશે.