SVBની અસરે શેરબજારોમાં વેચવાલીએ જોર પકડયું

March 14, 2023

યુએસ ખાતે સિલિકોન વેલી બેંકને તાળા લાગવાની ઘટનાની અસરે ભારતીય શેરબજારમાં વેચવાલી આગળ વધી હતી. આૃર્યની વાત એ છે કે જાપાન અને સિંગાપુર સિવાયના એશિયન બજારોમાં મજબૂતી છતાં ભારતીય બજાર સુધારો દર્શાવી શક્યું નહોતું અને સતત ઘસાતું જોવા મળ્યું હતું.

બીએસઈ સેન્સેક્સ 897 પોઇન્ટ્સ ગગડી 59,238ની સપાટીએ જ્યારે નિફ્ટી 259 પોઇન્ટ્સ ગગડી 17,154ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 47 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર ત્રણ કાઉન્ટર્સ પોઝિટિવ બંધ સૂચવતાં હતાં.

બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે 3,357 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2,915 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 695 પોઝિટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 219 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 75 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. વોલેટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 21 ટકા ઊછળી 16.21ની ટોચ પર બંધ રહ્યો હતો.