સ્વીટી પટેલ અને હીના પેથાણીની કહાનીનો કરૂણ અંત, પ્રણય ત્રિકોણ કારણભૂત

October 10, 2021

વડોદરા- થોડા દિવસ પહેલા વડોદરામાં સ્વીટી પટેલ મર્ડર કેસમાં પોલીસની તપાસના અંતે તેનો જ પ્રેમી જ જેલના સળિયા પાછળ ધકેલાયો છે. ગુજરાતભરમાં ચકચાર જગાવનારા સ્વીટી પટેલ કેસની તપાસમાં વડોદરા જિલ્લા પોલીસે કાચું કાપતાં તત્કાલિન ગૃહમંત્રીએ તપાસ આંચકી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATSને સંયુક્ત રીતે તપાસનો આદેશ આપ્યો હતો. જેને લઈ તપાસ ટીમે કરજણમાં ધામા નાંખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


વડોદરા ગ્રામ્યમાં તૈનાત પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે, ખુદ PI અજય દેસાઈએ જ પત્ની સ્વીટી પટેલની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ સ્વીટીના મૃતદેહને તેના મિત્ર કિરીટસિંહ જાડેજા સાથે મળીને અટાલી ગામ નજીક આવેલી બંધ હોટલની પાછળના વાડામાં લઈને જઈને સળગાવી નાંખી હતી.