સિડની:લાઈવ મેચમાં ભારતીય યુવાને પ્રપોઝ કર્યું, ઓસ્ટ્રેલિયન લેડીએ હા પાડી

November 29, 2020

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે ત્રણ વનડે સીરિઝની બીજી મેચ ચાલી રહી છે. મેદાન પર ભારતીય ટીમનું બોલિંગમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 390 રનનો ટાર્ગેટ આપ્યો. જોકે, મેદાન બહાર ભારતના એક યુવાને દિલ જીત્યું. તેણે ચાલુ મેચમાં પ્રપોઝ કર્યું, જેને કેમેરામાં કેપ્ચર કરવામાં આવ્યું.


ઓસ્ટ્રેલિયન લેડીએ હા પાડી
બ્રોડકાસ્ટર ફોક્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ભારતીય યુવાન ઓસ્ટ્રેલિયન લેડીને પ્રપોઝ કરતો જોવા મળે છે. છોકરી તેનું પ્રપોઝલ એક્સેપટ કરતા હા પાડીને રિંગ પહેરે છે. પછી કપલ કિસ તેમજ હગ કરે છે. આ દ્રશ્યો જોઈને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ ખુશ થઈને ક્લેપ કરે છે.