Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

મોટેરામાં આજથી સૈયદ મુસ્તાક અલી નોકઆઉટ

January 26, 2021

અમદાવાદઃ  ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટની મહત્ત્વપૂર્ણ હરાજી પહેલાં ભારતના ડોમેસ્ટિક ક્રિકેટર્સ માટે મંગળવારથી શરૂ થઇ રહેલા સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી૨૦ ટૂર્નામેન્ટના નોકઆઉટ મેચમાં ફ્રેન્ચાઇઝીના માલિકોને પ્રભાવિત કરવાની છેલ્લી તક રહેશે. કર્ણાટક ટાઇટલને જાળવી રાખવાનો પ્રયાસ કરશે તો બીજી તરફ ક્વાર્ટર ફાઇનલમાં રમાનારી અન્ય સાત ટીમો પણ ફાઇનલ સુધી પહોંચવા માટે કોઇ કસર બાકી રાખશે નહીં. આ ટૂર્નામેન્ટ દ્વારા ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટનો પ્રારંભ થયો છે. કર્ણાટકના માર્ગમાં પંજાબની ટીમ અંતરાય બની શકે છે. આ બંને ટીમો મંગળવારે રમાનારી પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં આમનેસામને થશે. પંજાબે ઇલિટ ગ્રૂપ-એમાં પોતાની તમામ પાંચેય મેચ જીતીને નોકઆઉટમાં સ્થાન મેળવ્યું હતું. કર્ણાટકે આ ગ્રૂપમાં બીજા ક્રમે રહીને પણ અંતિમ-૮માં પ્રવેશ કર્યો છે.
  • કર્ણાટક વિરુદ્ધ પંજાબ (૨૬મી જાન્યુ., પ્રથમ મેચ)  
પંજાબના ઓપનર પ્રભસિમરનસિંહ શાનદાર ફોર્મમાં છે અને તેણે અત્યાર સુધી ૨૭૭ રન બનાવ્યા છે. કર્ણાટક માટે દેવદત્ત પડ્ડિકલે પાંચ મેચમાં ૨૦૭ રન નોંધાવ્યા છે. બંને ટીમો પાસે મિડલ ઓર્ડરમાં સારા બેટ્સમેનો છે. પંજાબ પાસે સિદ્ધાર્થ કૌલ તથા સંદીપ શર્મા જેવા અનુભવી બોલર છે જેના કારણે આ ટીમનું પલડું થોડુંક ભારે જણાય છે. કર્ણાટક અભિમન્યુ મિથુન તથા પ્રસિદ્ધ કૃષ્ણા દ્વારા પડકાર ફેંકશે.
  • તામિલનાડુ વિ. હિમાચલ (૨૬મી જાન્યુ., બીજી મેચ)
૨૬મી જાન્યુઆરીએ રમાનારી બીજી ક્વાર્ટરામાં રનર્સ-અપ તામિલનાડુના ઓપનર જગદીશને ટૂર્નામેન્ટમાં સર્વાધિક ૩૧૫ રન બનાવ્યા છે. સુકાની દિનેશ કાર્તિક ઉપર પણ ઘણો મદાર રહેશે. તામિલનાડુએ તેના નેશનલ ટીમના ખેલાડીઓ આર. અશ્વિન, નટરાજન તથા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની ગેરહાજરીમાં પણ સારો દેખાવ કર્યો હતો. બાબા અપરાજિતે નવા બોલ દ્વારા ઘણી સફળતા હાંસલ કરી છે.
  • બરોડા વિ. હરિયાણા (૨૭મી જાન્યુઆરી પ્રથમ મેચ)  
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં બરોડા અને હરિયાણા આમનેસામને થશે. બરોડાને આ મેચમાં પંડયા બ્રધર્સ હાર્દિક અને કૃણાલની સેવાઓ મળશે નહીં. હાર્દિક ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટેની પૂર્વતૈયારીમાં વ્યસ્ત બન્યો છે. હરિયાણા પાસે યુજવેન્દ્ર ચહલ, જયંત યાદવ તથા રાહુલ તિવાટિયા જેવા મેચવિનર છે જેના કારણે હરિયાણાની ટીમ બરોડા સામે વિજય માટેની ફેવરિટ ટીમ તરીકે રમશે.
  • રાજસ્થાન વિ. બિહાર (૨૭મી જાન્યુઆરી બીજી મેચ)  
ચોથી ક્વાર્ટર ફાઇનલ ગ્રૂપ-ડીથી ક્વોલિફાય કરનાર રાજસ્થાન અને પ્લેટ ગ્રૂપમાં ટોચના ક્રમે રહેલી બિહારની ટીમ વચ્ચે રમાશે. મોટેરામાં પિચ નવેસરથી તૈયાર કરવામાં આવી હોવાથી તેની વર્તણૂક કેવી રહેશે તે રસપ્રદ બની રહેશે. ટૂર્નામેન્ટની સેમિફાઇનલ તથા ફાઇનલ પણ મોટેરામાં જ રમાશે. ઇંગ્લેન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ મેચ મોટેરામાં રમાવાની હોવાથી પિચ ઉપર તમામની નજર રહેશે.