T-20 વર્લ્ડ કપ ટીમમાં થયો ફેરફાર:BCCIએ આગામી વર્લ્ડ કપ પહેલા અક્ષર પટેલના સ્થાને શાર્દૂલની પસંદગી થઈ

October 13, 2021

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આગામી T-20 વર્લ્ડ કપ માટે ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટીમની મુખ્ય T-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલ, જે પહેલાથી જ ટીમમાં છે. તેને 15 સભ્યોની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેવામાં હવે અક્ષરને સ્ટેન્ડ બાય ખેલાડીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ફોર્મ ખરાબ હોવા છતા ટીમમાં સામેલ છે.