T20 World Cup 2022: ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યુ

November 06, 2022

દિલ્હી- ટી 20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ સુપર-12 સ્ટેજમાં પોતાની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવી દીધુ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પોતાના ગ્રૂપની ટોપર બની ગઈ છે અને તેની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મેચ નક્કી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે, 10 નવેમ્બરે એડિલેડ મેદાનમાં બંને ટીમ સામ-સામે હશે. 


ભારતના પાંચ મેચમાં 4 જીત અને 1 હારની સાથે 8 પોઈન્ટ થઈ ગયા છે જ્યારે ગ્રૂપ-2થી જે બીજી ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે તે છે પાકિસ્તાન. જેના 5 મેચમાં 3 જીત અને 2 હારની સાથે 6 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પહેલી બેટિંગ કરતા 186 રનનો સ્કોર ઉભો કર્યો, સૂર્યકુમાર યાદવે માત્ર 25 બોલમાં 61 રનની ઈનિંગ રમી અને મેચને પલટી દીધી. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ખરાબ રીતે ફ્લોપ થઈ અને તેની સતત વિકેટ પડતી ગઈ. અંતમાં ટીમ ઈન્ડિયાએ આ મેચને જીતી લીધી.