તબ્બુએ મેકઅપ આર્ટિસ્ટના કહેવાથી ખરીદી હતી 50,000ની ફેસ ક્રીમ, પછી થયુ કંઈક આવુ

September 24, 2022

મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ તબ્બુ પોતાની ફિટનેસ અને ગ્લોથી સૌને ચોંકાવતા રહે છે. તબ્બુએ પોતાની પહેલી ઈનિંગમાં રૂટીન ફિલ્મો કરી. હવે બીજી ઈનિંગમાં તેઓ અલગ - અલગ પાત્ર નિભાવી રહ્યા છે. એક્ટિંગની સાથે જ તેમનુ ચાર્મ પણ દર્શકોને આકર્ષિક કરે છે. તાજેતરમાં જ તબ્બુએ જણાવ્યુ કે એકવાર તેમના મેકઅપ આર્ટિસ્ટએ 50 હજારની ફેસ ક્રીમ લગાવવાની સલાહ આપી હતી. તબ્બુએ એકવાર ખરીદી પછી બીજીવાર લીધી નહીં. તબ્બુએ થોડા સમયમાં જ શ્રેષ્ઠ ફિલ્મો કરી છે. ફિલ્મમાં તેમનો લુક ખૂબ પ્રભાવશાળી રહે છે. એવામાં ઘણીવાર તેમને પ્રશ્ન કરવામાં આવે છે કે તેઓ આટલા જવાન દેખાય છે તેની પાછળનુ શુ રાજ છે. આ વિશે તબ્બુ કહે છે કે કોઈ રાજ નથી. 
તાજેતરમાં જ તબ્બુએ જણાવ્યુ કે મારી મેકઅપ આર્ટિસ્ટ મિથાલીએ એક વાર પૂછ્યુ હતુ કે તમારી સ્કિન ખૂબ સારી છે. તમે કોઈ નુસ્ખો અપનાવો છો. આ મુદ્દે તેમણે જણાવ્યુ કે હુ એવુ કંઈ કરતી નથી. ત્યારે મેકઅપ આર્ટિસ્ટએ મને 50 હજારની એક ફેસ ક્રીમ સજેસ્ટ કરી. મે એકવાર તેમના કહેવા પર તે લઈ લીધી પરંતુ એકવાર ખરીદી લીધી બસ હવે બીજીવાર ખરીદી નહીં. તબ્બુએ જણાવ્યુ કે અમે કલાકાર છીએ અને એવી દુનિયા સાથે જોડાયેલા છીએ જ્યાં ખુદને ફીટ રાખવુ જરૂરી છે. હુ પોતાની સ્કિન માટે ખાસ કરીને કંઈ કરતી નથી પરંતુ પોતાની હેલ્થનુ ધ્યાન રાખુ છુ. સાથે જ ફિટનેસ અને મેન્ટલ હેલ્થને લઈને પણ હુ સજાગ રહુ છુ.