તાઇવાનના ખાડાને ગુજરાતનો ગણાવવો ભારે પડ્યો, નડિયાદના વેપારીને ક્રાઇમ બ્રાન્ચ પકડી ગઈ

August 06, 2024

નડિયાદ :  થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા x (ટ્વિટર) પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વાહન આવે છે ખાડામાં પડતાં ફંગોળાઇ જાય છે. આ વીડિયો  ગુજરાત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ વીડિયો ફેક છે. આ ખાડાવાળો વીડિયો ગુજરાતનો નહી પરંતુ બીજા દેશનો હોવાનું સામે આવ્યું છે. ખોટી રીતે ગુજરાતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતાં આ વીડિયો નડિયાદના પ્રહ્લાદ દલવાડી નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો. ફેક વિડીયો મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા હાલમાં પ્રહ્લાદ દલવાડીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.