તારા સુતરિયા 13 વર્ષ મોટા અરુણોદય સાથે રિલેશનશિપમાં

August 03, 2024

મુંબઇ : તારા સુતરિયા આદર જૈન સાથે બ્રેક અપ બાદ હાલ એક્ટર અરુણોદય સિંહ સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. અરુણોદલ તેના કરતાં ૧૩ વર્ષ મોટો છે. તારા અને આદર વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. તેમનાં લગ્ન લગભગ નક્કી મનાતાં હતાં. આદરને કારણે કપૂર પરિવારના તમામ પ્રસંગોમાં તારાની હાજરી જોવા મળતી હતી. જોકે, બાદમાં બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું. તારા અને અરુણોદય બંનેેને આર્ટ્સમાં રસ હોવાથી તેઓ નજીક આવ્યાં હોવાનું કહેવાય છે. અરુણોદય 'યહ સાલી જિંદગી' સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેણે ૨૦૧૯માં  છૂટાછેડા લીધા હતા.  તારા અને અરુણોદલ એકબીજાના પરિવારોની સાથે પણ દેખાવા લાગ્યાં છે  તે પરથી તેમનું ડેટિંગ કન્ફર્મ મનાય છે.