પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક તારિક ફતેહને ફરી એક વખત હત્યાની ધમકી મળી

February 22, 2023

નવી દિલ્હી : મૂળ પાકિસ્તાની કેનેડિયન લેખક તારિક ફતેહને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અગાઉ પણ તેમને ધમકીઓ મળી ચૂકી છે. આ વખતે તેમને 'સર તન સે જુદા'ની ધમકી મળી છે. તારિક
ફહેત મોટા ભાગે સોશિયલ મીડિયા દ્વારા વિવાદોમાં રહે છે. તેમનું નિવેદન મોટા ભાગે ચર્ચામાં રહે છે.

પોતાને મળેલી ધમકીની જાણકારી કેનેડિયન લેખકે પોતે ટ્વીટર દ્વારા શેર કરી છે. તારિક ફતેહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક 'ટ્વીટર સ્પેસ'નો સ્ક્રીન શોટ શેર કરતા લખ્યું કે, એક સજ્જને ગ્રુપ બનાવ્યુ છે જે મારું સર
તનથી જુદા કરવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે આાવું લખતા ટ્વીટર સપોર્ટને પણ ટેગ કર્યું છે.

તારીક ફતેહે ટ્વીટ કરતા લખ્યું કે, કૃપા કરી હત્યની યોજના બનાવનારા લોકો માટે ટ્વીટરને એક પ્લેટફોર્મ બનવાથી રોકવાની જરૂર છે. 

જો કે, આ પહેલીવાર નથી આ અગાઉ પણ તારિક ફતેહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કેનેડિયન લેખકો ઇસ્લામિક કટ્ટરવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. વર્ષ 2017માં બરેલીના એક
મુસ્લિમ સંગઠને તારિક ફતેહનું માથુ ધડથી અલગ કરનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. 

ઓલ ઈન્ડિયા ફૈઝાન-એ-મદીના કાઉન્સિલે તારિક ફતેહ વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. કાઉન્સિલના પ્રમુખ મોઈન સિદ્દીકીએ આરોપ લગાવ્યો હતો કે, તારિક ફતેહ હિન્દુ-મુસ્લિમ સૌહાર્દ તોડવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેઓ
ટીવી ચેનલો પર બેસીને ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે જેના કારણે સમાજમાં નફરત ફેલાઈ રહી છે.