મેચ પલટી નાંખનાર તેવતિયા બોલ્યો : એ 20 બોલ બહુ જ ખરાબ હતા

September 28, 2020

દુબઈ : રવિવારે શારજહાં ક્રિકેટ સ્ટેડિયમ મેદાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020માં કિંગ્સ ઇલેવન પંજાબે 223 રન બનાવ્યા હતા અને રાજસ્થાન રોયલ્સે છેલ્લી પાંચ ઓવરમાં 84 રનની જરૂર હતી. તો એવું લાગી રહ્યું હતું કે મેચ ગઈ. જોકે ગ્લેન મેક્સવેલની આગલી ઓવરમાં સંજુ સેમસન એ ત્રણ છગ્ગા ફટકાર્યા પરંતુ મોહમ્મદ શમીએ રાજસ્થાનની આશાઓ પર પાણી ફેરવી દીધું. પિંચ હિટિંગ માટે મોકલવામાં આવેલ રાહુલ તેવતિયા બોલને હિટ કરી શકતો નહોતો. પરંતુ એકવાર બોલ તેના બેટ પર આવવા લાગ્યો તો પછી તેને કમાલ કરી નાંખી.

પહેલા 19 બોલમાં 8 રન બનાવનાર તેવતિયાએ પછીના 12 બોલમાં 45 રન આપ્યા હતા. અને રાજસ્થાન રોયલ્સએ આઈપીએલ ઇતિહાસના સૌથી મોટા ગોલનો રેકોર્ડ બનાવી દીધો. તેવતિયાએ આગળના 12 બોલમાં 6.0.2.1.6.6.6.6.0.6.6.Wનો સ્કોર બનાવ્યો. એટલે કે સાત છગ્ગા. મેચ બાદ પ્રેઝન્ટેશન દરમ્યાન તેવતિયાએ કહ્યું, ‘હવે મને સારું લાગી રહ્યું છે. તે સૌથી ખરાબ 20 બોલ હતા જેનો મેં સામનો કર્યો હતો. તેણે કહ્યું, ‘હું નેટ્સમાં બોલને સારો હિટ કરી રહ્યો હતો, તેથી મને મારી જાત પર વિશ્વાસ હતો. હું પ્રયત્ન કરતો રહ્યો.’ રાહુલ તેવતિયાએ શરૂઆતના 19 બોલમાં ફક્ત 8 રન બનાવ્યા હતા.
સ્ટીવ સ્મિથે તેને ચોથા નંબર પર બેટિંગ માટે મોકલ્યો હતો. તે સમયે રાજસ્થાનની 9 ઓવરમાં 100 રન હતા. હજી પણ રોબિન ઉથપ્પા જેવા સ્થાપિત બેટ્સમેન બાકી હતા પરંતુ રાજસ્થાન રોયલ્સના કેપ્ટને ડાબી બાજુના તેવતિયા પર દાવ રમ્યો હતો.

તેવતિયાએ શરૂઆતમાં બોલ ફટકારવામાં ઘણી મુશ્કેલી પડી હતી. લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈની બોલિંગનો ફાયદો ઉઠાવવા માટે તેવતિયાને મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે આમ કરી શક્યો નહીં. તેના લીધે સોશિયલ મીડિયા પર તેની ટીકા પણ થવા લાગી. લોકોએ સ્મિથના નિર્ણયની ટીકા કરવાનું શરૂ કર્યું. જોકે, એકવાર તેવતિયા રંગમાં આવી ગયો પછી કોઈ રોકી શકયું નહીં.