ચા નહી પીનારાની સરખામણીમાં ચા પીનારા વધુ જીવે છે, 5 લાખ લોકો પર 14 વર્ષ થયેલા સંશોધનનું તારણ

August 31, 2022

લંડન : પાકિસ્તાન સરકારે લોકોને ઓછી પીવા હાકલ કરી છે. પાકિસ્તાન ચા ની આયાત કરે છે અને આર્થિક સ્થિતિ સારી ન હોવાથી હુંડિયામણ બચાવવા આ પગલું ભરવા મજબૂર બનવું પડયું છે. જો કે એક એક સંશોધનમાં સાબીત થયું છે જે લોકો ચા નથી પીતા તેમની સરખામણીમાં જે ચા પીવે છે લાંબુ જીવે છે. જો કે આ સંશોધન ભારતમાં પીવાતી દૂધની ચા નહી પરંતુ દૂધ વગરની કાવી ચા પર થયું છે. 

યુનાઇટેડ કિંગડમમાં સૌથી વધારે કાળી ચા પીવાય છે. ચીન અને જાપાનમાં ગ્રીન ટી ખૂબજ વપરાશમાં લેવાય છે. કાળી ચા પીવાથી જીવન લાંબુ થાય છે એ સંશોધન માટે વૈજ્ઞાનિકોએ યુ કે ના 5 લાખ લોકોના ડેટાનો 14 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દરમિયાન સામાજિક, આર્થિક સ્થિતિ, ખાનપાન, વ્યસન જેવી બાબતો પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. સમગ્ર ડેટાનું વિશ્વલેષણ કરતા રોજ બે થી વધારે કપ ચા પીવે છે તેમની મુત્યુની શકયતા 9 થી 13 ટકા ઓછી રહે છે

સંશોધકોનું માનવું છે કે ચાને હ્નદયરોગ સાથે થોડો સંબંધ છે પરંતુ કેન્સરથી થતા મુત્યુને ચા સાથે કોઇ જ સંબંધ નથી. સમગ્ર દુનિયામાં રોજ ત્રણ અબજ જેટલી ચાના કપ પીવાય છે. બ્રિટનમાં એક વ્યકિત વર્ષે 1000 કપ ચા પી જાય છે.  જો કે ખોરાકનું વિજ્ઞાન સમજાવનારા કયારેય કારણ અને પ્રભાવને સાબીત કરી  શકતા નથી. ડેટા બેઝ પૃથ્થકરણ અને નીરિક્ષણના આધારે કરવામાં આવતા સંશોધન પર હંમેશા સવાલ ઉઠતા રહે છે. ચામાં સ્વાસ્થ્યવર્ધક ગુણો હોય છે તેનાથી આયુષ્યનો દોર લંબાતો હશે એવું ખાતરીપૂર્વક કહી શકાય નહી. આ અંગેની માહિતી જર્નલ ઓફ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત થઇ છે.