Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

ચા પત્તીના પાણીથી વાળ બમણી ઝડપે લાંબા અને દરેક સમસ્યા થશે દૂર

January 06, 2020

મહિલાઓ આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે તેમના સ્વાસ્થ્ય અને સુંદરતા પર ધ્યાન આપી શકતી નથી. જેને લઇને કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. જેમાથી એક છે વાળની સમસ્યા. કેટલીક મહિલાઓને વાળ ખરવાની, વાળ બરછટ થઇ જવા જેવી સમસ્યાઓ થતી હોય છે.

જો તમે ચમકીલા અને સુંદર વાળ ધરાવવાની ઇચ્છા રાખો છો તો ઘરમાં રાખેલી ચા પત્તી તમારી આ ઇચ્છા પુરી કરી શકે છે. ચા પત્તીનું પાણી વાળમાં લગાવવાથી તમારા વાળ શાઇન કરવા લાગશે. તે સિવાય યુવા વર્ગની સૌથી મોટી સમસ્યા સફેદ વાળની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે.

– સૌ પ્રથમ થોડૂંક પાણી લો. તેમા 6 ચમચી ચા પત્તીને મિક્સ કરી લો. હવે તેને બરાબર રીતે ઉકાળી લો. આશરે તેને 30 મિનિટ સુધી આ પાણીને ઉકાળો.

– તે બાદ ગેસની આંચ બંધી કરી લો. હવે જ્યારે આ પાણી ઠંડુ થઇ જાય એટલે તેને ગાળી લો.

– હવે આ પાણીને તમે તમારા વાળમાં લગાવો. તમે આ પાણીમાં ઇચ્છો તો કોફી પણ મિક્સ કરી શકો છો.

– આમ કરવાથી સફેદ વાળની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. સાથે તમને અન્ય ફાયદા પણ થશે.

– જેમ કે ખરતા વાળની સમસ્યા ઓછી થશે. વાળ ભરાવદાર થશે. બરછટ વાળની સમસ્યા પણ ગાયબ થશે.