ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી, ન્યૂઝીલેન્ડ શ્રીલંકાને હરાવી બની તારણહાર
March 13, 2023

ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જે પહેલાથી જ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યું છે. આ મેચ લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન રમાશે. 12 જૂનનો દિવસ આ મેચ માટે રિઝર્વ પણ રાખવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તેને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો.ઈન્દોર ટેસ્ટમાં ભારતની હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનું સમીકરણ રસપ્રદ બની ગયું હતું અને ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ માટે થોડો સમય રાહ જોવી પડી હતી. ઈન્દોર ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાનું સ્થાન નિશ્ચિત થઈ ગયું હતું, પરંતુ ભારતની નિર્ભરતા શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ પર રહી હતી. શ્રીલંકા હાલમાં ન્યુઝીલેન્ડમાં બે ટેસ્ટ મેચની સીરીઝ રમી રહ્યું છે, તેને ફાઇનલમાં પહોંચવા માટે સીરીઝ 2-0થી જીતવી જરૂરી હતી, જે થઇ શક્યું નહીં.
ભારતે આ ચેમ્પિયનશિપમાં કુલ 18 મેચ રમી છે, જેમાં 10માં જીત અને 5માં હાર થઈ છે. જ્યારે 3 ટેસ્ટ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર રહી, જ્યારે ઓસ્ટ્રેલિયા 19 મેચમાં 11 જીત સાથે નંબર-1 પર રહી . દરેક ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 6-6 સિરીઝ રમવાની હતી, જેમાં 3 ઘરઆંગણે અને 3 વિદેશમાં હતી.
Related Articles
હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્રેશન, જાણો કયા ખેલાડીએ કેટલી બેઝ પ્રાઈઝ કરી નક્કી
હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્ર...
Dec 05, 2023
નીરજે ફેવરિટ બોલર બુમરાહને બોલની સ્પીડ વધારવા આપ્યો ખાસ મંત્ર
નીરજે ફેવરિટ બોલર બુમરાહને બોલની સ્પીડ...
Dec 05, 2023
IPL 2024ની હરાજી માટે 1166 ખેલાડીઓ નોંધાયા, યાદીમાં 830 ભારતીય ખેલાડીઓ
IPL 2024ની હરાજી માટે 1166 ખેલાડીઓ નોંધા...
Dec 04, 2023
મારી પણ ઇચ્છા છે કે હું IPL રમુ: પાકિસ્તાની બોલર હસન અલીનું નિવેદન
મારી પણ ઇચ્છા છે કે હું IPL રમુ: પાકિસ્ત...
Nov 29, 2023
IPLમાં હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ, MI સાથે જોડાતા ફેન્સ ભડક્યા
IPLમાં હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવાન...
Nov 29, 2023
સદી ફટકાર્યા બાદ પણ ઋતુરાજ ગાયકવાડના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો, કે.એલ રાહુલ સાથે આ લીસ્ટમાં થયો સામેલ
સદી ફટકાર્યા બાદ પણ ઋતુરાજ ગાયકવાડના નામ...
Nov 29, 2023
Trending NEWS

06 December, 2023

06 December, 2023

06 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023