અમદાવાદમાં તાપમાન 45.8, સિઝનનો સૌથી ગરમ દિવસ
May 12, 2022

અમદાવાદ : માર્ચ મહિનાના મધ્ય ભાગથી સમગ્ર પશ્ચિમ ભારતમાં જે રીતે હિટ વેવ જોવા મળી રહ્યો છે તેમાં આજે અમદાવાદ શહેર માટે સૌથી ગરમ દિવસ રહ્યો હતો. બુધવારે અમદાવાદ શહેરમાં તાપમાન ૪૫.૮ ડિગ્રી નોંધાયું હતું જે વર્તમાન ઉનાળા માટે સૌથી વધુ હતું.
કેટલાક વિસ્તારોમાં સિમેન્ટની ઇમારતો, વૃક્ષોના અભાવ અને ભારે ભેજના કારણે ગરમીનો અનુભવ ૪૭ ડિગ્રી કે તેથી પણ વધારે હતો એવું રહેવાસીઓએ જણાવ્યું હતું.
ગત સપ્તહમાં તાપમાન થોડું ઘટ્યા પછી રવિવારથી ફરી ગરમી વધવી શરૂ થઈ હતી. મંગળવારે અમદાવાદમાં ૪૩.૮ ડિગ્રી અને ગાંધીનગર ખાતે ૪૪ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું.
આ વર્ષે ઉત્તર ભારતમાં ઠંડા પવનના અભાવ અને પશ્ચિમી વિક્ષેપની ઘટનાઓ ઓછી હોવાથી માર્ચ અને એપ્રિલમાં.વિક્રમી ગરમી પછી હવે વૈશાખી વાયરા સાથે વધારે તીવ્ર ગરમી પડી રહી છે.
- ગુજરાતમાં ક્યાં વધારે ગરમી
અમદાવાદ 45.8
ગાંધીનગર 45.8
ડીસા 45.0
પાટણ 45.0
અમરેલી 44.8
જુનાગઢ 44.8
ભાવનગર 44.5
રાજકોટ 44.2
ભૂજ 43.8
વડોદરા 43.0
સુરત 36.8
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26...
May 22, 2022
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આત્મહત્યા
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આ...
May 22, 2022
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહેલા ચોમાસાનો અણસાર
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહ...
May 22, 2022
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્ર...
May 22, 2022
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી રેસ્ટોરન્ટ સીલ, AMCએ નોટિસ ફટકારી
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી...
May 22, 2022
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના ચકચારી કેસમાં 6 આરોપીને આજીવન કેદ
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના...
May 21, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022