વૈશ્વિક મહામારીને કારણે કેનેડામાં મકાનમાલિકો કરતા ભાડૂઆતોની હાલત કફોડી

June 23, 2020

  • ટોરન્ટો જેવા મોટા શહેરોમાં પણ પ્રતિ ચોરસફૂટ ભાડાના દરમાં મોટો ઘટાડો નોંધાયો

મોન્ટ્રીયલ : કોવિડ -૧૯ને કારણે આવેલા લોકડાઉને કેનેડાના જોબ માર્કેટમાં વિભાજનને ખુલ્લું પાડી દીધું છે. ઓછી આવક ધરાવનારાઓને માર્ચ મહિનાથી લે ઓફને કારણે બેકારીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવે  કોવિડ -૧૯ની મહામારીની અસર કેનેડાના હાઉસિંગ માર્કેટ પર વિભાજનકારી રૂપે પડી છે. ઓછી આવક ધરાવનારા પોતાનું મકાનભાડુ ચૂકવી શકે એવી સ્થિતિમાં આવી ગયા છે. તો મધ્યમ અને ઉચ્ચ આવકવાળો વર્ગ ફરીથી મકાન ખરીદવા તરફ વળી રહ્યો છે. પરિણામે કેનેડામાં મકાનભાડામાં સતત ત્રીજા મહિને પણ ઘટાડો જોવા મળ્યો છે, જો કે, કેટલાંક હાઉસિંગ માર્કેટમાં ભાવ વધારાને કારણે સળવળાટ જોવા મળ્યો છે. ભાડામાં જે ઘટાડો થયો છે મહામારી પહેલાની સરખામણીમાં . ટકા જેટલો છે એમ રેન્ટલ વેબસાઈટ  રેન્ટલ્સ કેનેડાએ અઠવાડિયે જણાવ્યું હતુંબુલપેન રીસર્ચના પ્રમુખ બેન માયર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મહામારીને પગલે સર્જાયેલી આર્થિક સ્થિતિની સૌથી વધુ અસર મકાન માલિકો કરતા ભાડુઆતો પર વધારે પડી છે. માંગમાં આવેલો મોટો ઘટાડો મકાનભાડા ઘટાડવા મજબૂર કરી રહ્યો છે. જેને પગલે મકાન માલિકો એક વર્ષ પહેલાની સરખામણીમાં . ટકા ઓછા ભાડે મકાન આપવા તૈયાર થાય છે.

ટોરન્ટો જેવા મોટા શહેરોમાં પણ પ્રતિ ચોરસફૂટ ભાડાના દરમાં મોટો ઘટાડો જોવા મળે છે. મે માસમાં વાન્કુંવરમાં ભાડાના દરમાં . ટકાનો વધારો ચોરસફૂટના ધોરણે આવ્યો હતો. જયારે કોન્ડોના ભાડામાં મે માસમાં . ટકાનો ઘટાડો જોવા મળ્યો જે ગયા વર્ષની સરખામણીમાં . ટકા જેટલો ઓછો હતો એમ વેબસાઈટ જણાવે છેજયારે હાઉસિંગ માર્કેટમાં અલગ કહાણી જોવા મળી રહી છે. એસ્ટેટ એજન્ટો કહે છે કે, જયારથી લોકડાઉન હટાવી લેવાની શરૂઆત થઈ છે ત્યારથી ભાવ સુધારવાની શરૂઆત થઈ ગઈ છે. સોશિયલ ડીસ્ટન્સ જાળવવા માટે  વેચનારા અને ખરીદનારા વર્ચ્યુઅલ ટુરથી મકાન જોવા તૈયાર થઈ રહ્યા છે. જો કે, મકાન ભાડાના બજારમાં અને હાઉસિંગ માર્કેટમાં જોવા મળતો તફાવત થોડા સમયમાં દૂર થઈ જશે.