ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો તણાવ ઉગ્ર બન્યો : 6 બાળકો સહિત 41 લોકોના મોત

August 08, 2022

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે અવારનવાર તણાવના અહેવાલો આવે છે. પરંતુ ક્યારેક આ તણાવ નાની મોટી જંગનું સ્વરૂપ પણ લે છે. આવું જ કંઈક તાજેતરના દિવસોમાં જોવા મળ્યું, જ્યારે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ જૂથ અને ઈઝરાયેલની સેના વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, સોમવારે બંને યુદ્ધવિરામ માટે સંમત થયા છે.

છેલ્લા ઘણા દિવસોથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો અંત આવતો જણાઈ રહ્યો છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 6 બાળકો સહિત 41 લોકોના મોત થયા છે. હવે ઇજિપ્ત યુદ્ધ રોકવા માટે આગળ આવ્યું છે.

ઈઝરાયેલ બાદ પેલેસ્ટાઈન પણ યુદ્ધવિરામ માટે રાજી થઈ ગયું છે. આ યુદ્ધવિરામ મંગળવારે ભારતીય સમય અનુસાર મોડી રાત્રે 2થી અમલમાં આવશે. પેલેસ્ટાઈનના એક અધિકારીએ પણ એજન્સીને આ વાતની પુષ્ટિ કરી છે.