અમેરિકા અને રશિયા વચ્ચે વધ્યો તણાવ, એકે મોકલ્યા B-1 બૉમ્બર્સ તો બીજાએ તાકી મિસાઇલો

February 22, 2021

જો બાઇડનના અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ રશિયાની સાથે તણાવ અચાનક ચરમ પર પહોંચી ગયો છે. આ બે મહાશક્તિશાળી દેશોની વચ્ચે સળગતી આગમાં યૂરોપના સળગવાનો ખતરો પેદા થઈ ગયો છે. અમેરિકા અને રશિયા પહેલાથી જ બાલ્ટિક સાગરમાં વર્ચસ્વને લઇને મારવા-મરવા પર ઉતારું છે. હવે આ યુદ્ધના મેદાનનો વિસ્તાર બૈરંટ સી સુધી થઈ ગયો છે. અમેરિકાએ જ્યારે પોતાના સૌથી શક્તિશાળી પરમાણુ બૉમ્બર્સને નૉર્વેમાં તેનાત કર્યા, તો રશિયાએ પણ પોતાની મિસાઇલો એ તરફ તાકી દીધી છે. 
માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા નવા રાષ્ટ્રપતિ કાર્યકાળની શરૂઆતમાં જ રશિયાને ચેલેન્જ કરવાના પ્રયત્નમાં છે. તો રશિયા કોઈ પણ કિંમત પર દબવા જઈ રહ્યું નથી. અત્યારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિરોધી એલેક્સી નવલનીની ધરપકડ બાદથી રશિયા અને યૂરોપિયન દેશોની વચ્ચે પણ તણાવ ચાલી રહ્યો છે. યૂરોપિયન યૂનિયન જ્યાં નવા પ્રતિબંધો લગાવવા પર વિચાર કરી રહ્યું છે, તો રશિયાએ પણ ચેતવણી આપી છે કે જો આવું થાય છે તો તેઓ પોતાના સંબંધોને સંપૂર્ણ રીતે તોડી દેશે
રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ ક્ષેત્રમાં અમેરિકાના 4 બી-1 સ્ટ્રેટજિક બૉમ્બર્સ વિમાનોના આવતા જ મિસાઇલ ટેસ્ટ માટે NOTAM જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ એક ચેતવણી હોય છે કે આ ક્ષેત્રમાં કોઈ ઘાતક ફ્લાઇંગ ઑબ્જેક્ટનો ટેસ્ટ કરવામાં આવશે. જેના કારણે એ વિસ્તારમાં ઉડાન પર અથવા તો પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે, અથવા જો કોઈ મિલિટ્રી એરક્રાફ્ટ ઉડે છે તો તેને ચેતવણી આપવામાં આવે છે. આ ચેતવણી 18થી 24 ફેબ્રુઆરીના સમયગાળા સુધી નિર્ધારિત છે. આ ચેતવણીમાં નૉર્વેની મુખ્ય ભૂમિથી લઇને સ્વેલબર્ડ દ્વીપ સુધીનો વિસ્તાર સામેલ છે.