સુરતમાં કોરોના મહામારીનું ભયાનક સ્વરૂપ, બપોર સુધીમાં જ નોંધાયા 150 પોઝિટિવ કેસ

November 21, 2020

સુરત : ગુજરાત  માં કોરોના મહામારીએ દિવાળી)ના તહેવારો બાદ માથું ઉચક્યું છે. અમદાવાદ, પાટણ બાદ હવે સુરતમાં પણ કોરોના મહામારી ખુબ જ વકરી રહી છે. ગઇ કાલે સુરત કોર્પોરેશન માં 205 પોઝિટિવ કેસ આવ્યા હતા. જોકે ગઇ કાલે સુરતમાં પણ રાત્રી કરફ્યૂની જાહેરાત સરકાર દ્વારા કરવામા આવી હતી પરંતુ કોરોના મહામારીની સ્થિતિ હજૂ કંઇ કાબૂમાં આવી નથી. કારણ કે, આજે બપોર સુધીમાં સુરતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળ્યો છે. બપોર સુધી સુરતમાં નવા 150 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અુસાર સુરતમાં 150 કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. જેમાથી સુરત શહેરમાં 110 અને ગ્રામ્ય વિસ્તારમાં 40 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જો આવી જ રીતે સુરતમાં કોરોના કેસનો રાફડો ફાટતો રહેશે તો સ્થિતિ કાબૂ બહાર જાય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી સુરતમાં કુલ 41,028 કેસ સામે આવી ચૂક્યા છે.

આમ કોરોનાના કેસનો આંક સુરતમાં 41,000ને પાર પહોંચી ગયો છે. સુરત સિટીના કુલ કેસ 30,055 કોરોના કેસ થયા છે. જ્યારે સુરત ગ્રામ્યના કુલ 10,973 કેસ થયા છે. સુરતની આસપાસમાં, સોસાયટી, ફ્લેટ, ચાલી, કોલોનીમાં, પરિચિતોમાં, સગાંમાં ‘કોરોના આવ્યો’ની સંખ્યા વધી રહી છે.

સરકારે રાત્રિ કરફ્યુ નાંખ્યો તેની પાછળનો એક મહત્ત્વનો હેતુ લોકોને ચેતવવાનો હોય છે. શહેરવાસીઓને આ એક લાલબત્તી છે, કે કોરોનાનું સંક્રમણ અને તેની ગતિ, તેનું પ્રમાણ સહેજે હળવાશથી લેવા જેવું નથી. તહેવારોમાં થયું એ થયું, હવે સમજી જાવ. હજુ પણ કેસની સંખ્યા પર નિયંત્રણ નહીં આવે તો સરકાર પાસે લોકડાઉન સિવાય બીજો કોઈ જ રસ્તો નહીં રહે! આ એક સ્પષ્ટ સંકેત આપવા રાત્રિ કરફ્યુનું પગલું ભરવામાં આવતું હોય છે.