અફઘાનિસ્તાનના કાબુલમાં 2 અલગ-અલગ જગ્યાએ આતંકવાદી હુમલા, 34ના મોત

November 29, 2020

31 સૈનિકોના મોત થઈ ગયા, જ્યારે 24 અન્ય ઇજાગ્રસ્ત


અફઘાનિસ્તાનમાં તાલિબાનની સાથે શાંતિ વાર્તા છતા આતંવાદી હુમલા રોકાવાનું નામ નથી લઈ રહ્યા. રવિવારના બે અલગ-અલગ ધમકાઓમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થઈ ગયા છે. તો મોટી સંખ્યામાં લોકોના ઘાયલ (Injured) થયાના પણ સમાચાર છે. પહેલો હુમલો અફઘાનિસ્તાનના પૂર્વ ગઝની (Ghazni) વિસ્તારમાં અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરો વિસ્ફોટકોથી ભરાયેલી સૈન્ય ગાડીને સૈન્ય કમાન્ડોના ઠેકાણા પર લઈ ગયા અને તેમાં વિસ્ફોટ કરી દીધો છે.


આમાં 31 સૈનિકોના મોત થઈ ગયા, જ્યારે 24 અન્ય ઇજાગ્રસ્ત થઈ ગયા. ગઝની હૉસ્પિટલના પ્રમુખે જણાવ્યું કે મૃતકોમાં તમામ સૈન્ય કર્મચારી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આત્મઘાતી હુમલાખોરે કારને ઊડાડવાની સાથે પહેલા મિલિટ્રી બેઝના ગેટ પર ફાયરિંગ કર્યું. દક્ષિણી અફઘાનિસ્તાનમાં અધિકારીઓએ જણાવ્યું કે જુબલમાં આત્મઘાતી હુમલાખોરે એક કાર દ્વારા પ્રાંતીય પરિષદના પ્રમુખના કાફલાને નિશાન બનાવ્યો. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા અને 12 અન્ય ઘવાયા છે.

પ્રાંતિય પરિષદના પ્રમુખ રવિવારના થયેલા હુમલામાં બચી ગયા છે અને તેમને સામાન્ય ઈજા થઈ છે. આ હુમલાની તાત્કાલિક જવાબદારી કોઈએ લીધી નથી. અફઘાનિસ્તાનના બમિયાન વિસ્તારમાં મંગળવારના રોડના કિનારે છુપાઈને રાખવામાં આવેલો બૉમ્બ વિસ્ફોટ થતા પોલીસ કર્મચારીઓ સહિત 14 લોકોના મોત થયા હતા, જ્યારે 45 લોકો ઘાયલ થયા હતા. ગૃહમંત્રાલયના પ્રવક્તા તારિક એરિયને જણાવ્યું કે બમિયાન વિસ્તારના બમિયાન શહેરમાં બપોરે થયેલા વિસ્ફોટમાં 45 લોકો ઘાયલ થઈ ગયા છે.