ટ્વિટર બાદ હવે Teslaના કર્મચારીઓની થશે છટણી

December 24, 2022

વર્ષ 2022માં ટેસ્લાના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એવામાં કંપનીએ રોકાણકારો પર દબાણ વધાર્યું છે. ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપનીના શેર્સમાં 137 ડોલરનો ઘટાડો આવ્યો છે. વર્ષ 2022 ખતમ થવા આવ્યું છે અને સાથે પહેલા પણ કંપનીમાં કર્મચારીઓની હકાલપટ્ટીને લઈને નિર્ણયો લેવાઈ રહ્યા છે.

મસ્કના ટ્વિટર ટેકઓવર બાદ તેઓએ ટ્વિટરના અડધાથી વધુ કર્મચારીઓને નોકરીથી કાઢી દેવાશે. જ્યારે એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના કર્મચારીઓની છટણી થઈ શકે છે. મસ્કે હાલમાં કહ્યં કે તે નવા વર્ષમાં ટેસ્લામાં ફરી એકવાર છટણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ટેસ્લાના શેરમાં 60 ટકાનો ઘટાડો આવ્યો છે. એવામાં ટેસ્લામાં એક મોટી છટણીની તૈયારી જોવા મળી રહી છે. સાથે કંપની નવા હાયરિંગ પર પણ રોક લગાવવાનું નક્કી કરી ચૂકી છે.