મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ તમારો આભારઃ શ્રીલંકાના PM

May 28, 2022

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાછી લાવવા માટે ઘણા દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ દેશોમાં સૌથી વધુ યોગદાન આપનાર દેશ ભારત છે. ભારત શ્રીલંકાને અનાજથી લઇને દવાઓ પુરું પાડી રહ્યું છે. તે જ સમયે, શ્રીલંકાના નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ આ મુશ્કેલ સમયમાં આપવામાં આવેલી મદદ માટે ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો છે.

વિક્રમસિંઘેએ સળંગ બે ટ્વીટ કર્યા. પ્રથમ ટ્વીટમાં તેણે લખ્યું હતું કે, મેં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં ભારત દ્વારા આપવામાં આવેલા સમર્થન માટે મેં તેમનો આભાર માન્યો હતો. હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું.

INS પર માનવતાવાદી સહાય તરીકે શ્રીલંકાના માછીમારો માટે ભારતમાંથી કેરોસીન પણ લાવવામાં આવ્યું છે. ટૂંક સમયમાં લાભાર્થીઓને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. ગયા મહિને, ભારતે શ્રીલંકા માટે ઋણ મર્યાદામાં 50 કરોડ ડોલરનો વધારો કર્યો હતો. કારણ કે,ટાપુ રાષ્ટ્ર પાસે તેલની આયાત કરવા માટે વિદેશી હૂંડિયામણ નથી.