બનાસકાંઠામાં BJPના સક્રિય સભ્યોના Whatapp ગ્રુપમા પોર્ન વિડીયો મૂકાતા ખળભળાટ

June 09, 2021

સોશિયલ મીડિયાનો ભાજપ અને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને કાર્યકરોન સુચનાઓ મોકલવા માટે બહોળા પ્રમાણમાં ઉપીયોગ થઈ રહ્યો છે. વોટ્સ એપ જેવા મીડિયા જે રીતે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે તેવી જ રીતે તેની ખતરનાક સાઈડ અસરો પણ સહન કરવી પડે છે. બનાસકાંઠામાં ભાજપના સક્રિય સભ્યોના ગ્રુપમા આવી જ બાબત બનતા આગેવાનો શરમથી પાણી-પાણી થઈ ગયા હતા. બનાસકાંઠાના ભાભરના ભાજપ ગ્રુપના સભ્યોના ગ્રુપમા અશ્લીલ સામગ્રી મૂકાતા હલચલ મચી હતી અને દિવસભર ગ્રુપ એડમિન અને અન્યોએ માફામાફી કરવી પડી હતી.</p>
બનાસકાંઠાના ભાભરમાં ભાજપના સક્રિય સભ્યો માટેનું એક વોટ્સ અપ ગ્રુપ ચાલે છે અને તેમા આજે હરેશ માલી નામના સદસ્યએ બે અશ્લીલ વીડિયો પોસ્ટ કરી દેતા આ ગ્રુપમા હલચલ મચી ગઈ હતી અને ઉગ્ર આક્રોશ સાથે અગ્રણીઓએ તો ખફા થઈ ગયા હતા. કેટલાક લોકોએ આ ગ્રુપમાં સંસ્કારીતા લજવાઈ હોવાનો રોષ વ્યક્ત કરીને તાકિદની અસરથી પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી.
આ ગ્રુપના એડમિન એવા અમરતભાઇએ જણાવ્યું હતું કે, આ ગ્રુપની માફી માગીને ગ્રુપમાંથી હરેશ માળીને રિમૂવ કરી દેવામાં આવ્યા છે ત્યાં જ ગ્રુપના કેટલાક સભ્યો દ્વારા આખુ ગ્રુપ નવું બનાવવા માટે જણાવવામાં આવ્યું હતું. ગ્રુપમા જે મેસેજ મુકાયો હતો. આ મામલે ભાભર શહેર ભાજપ પ્રમુખ અમરત માળીનું નિવેદન સામે આવ્યું હતું અને જાણકારી આપવામાં આવી હતી કે, ગ્રુપમાં અશ્લીલ વિડીયો મૂકનાર હરેશ માળી પાસે કોઈ હોદ્દો નથી કે નથી તે પ્રથમીક સભ્ય છે. આ ભારતીય જનતા પાર્ટી ભાભર નામનું ગ્રુપ ઘણા સમય પહેલા બનાવાયેલું છે.</p>
ભૂતકાળમા પણ ભાજપના ગ્રુપોમા પણ આવી રીતે અશ્લીલ સામગ્રી મૂકાતા દેકારો બોલી ગયો હતો. જોકે બનાસકાંઠાના ભાભરમાં ભારતીય જનતા પાર્ટી ગુપમાં અશ્લીલ વીડિયો વાયરલ થતા મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.