વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહેલા ચોમાસાનો અણસાર

May 22, 2022

અમદાવાદ :ગુજરાતને જલ્દી જ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. કારણ કે, ગુજરાતમાં વરસાદના આગમનની ઘડીઓ ગણવાનુ શરૂ કરી દો. કારણ કે, 25 મેના રોજ ગુજરાતમાં વરસાદનુ આગમન થશે. 25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી છે. 
હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે. 25 મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. રાબેતા મુજબના ચોમાસા અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે. 


ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો જોવા મળ્યો છે. બંને જિલ્લાામા આકાશ વાદળોથી ઘેરાઈ ગયુ છે. જે વાતાવરણના પ્રિમોન્સૂન એક્ટિવિટીના સંકેત છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી છવાયું છે. ગત રાત્રિથી ભારે પવન ફૂંકાયો છે, જે વહેલી સવારે પણ યથાવત જોવા મળ્યો. ગરમી વચ્ચે પવનથી ઠંડક પ્રસરી ગઈ છે. આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું છે. 


બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સહીત ડીસા, દાંતીવાડા, અમીરગઢ, ધાનેરામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પવનના સુસવાટા સાથે આકાશમાં વાદળો ઘેરાતા વરસાદી માહોલ છવાયો છે.