પાકિસ્તાનમાં રમવા જશે ઈન્ડિયા!:2023માં એશિયા કપ પાકિસ્તાન હોસ્ટ કરશે

October 16, 2021

2023માં આયોજિત એશિયા કપને પાકિસ્તાન હોસ્ટ કરવા જઈ રહ્યું છે. આ નિર્ણય દુબઈમાં એક બેઠક દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા લેવાયો હતો. જેમાં ACCના અધ્યક્ષ અને BCCIના સચિવ જય શાહે પણ નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાશે.

આના સિવાય 2024 એશિયા કપને શ્રીલંકામાં આયોજિત કરાશે અને જેને T-20 ફોર્મેટમાં રમાશે. જય શાહે કહ્યું હતું કે કોઈબીજા દેશ સિવાય એશિયા કપ પાકિસ્તાનમાં જ રમાવો જોઈએ. પ્રાપ્ત થતી માહિતી અનુસાર PCB અને BCCIએ પણ આ નિર્ણયની પુષ્ટિ કરી દીધી છે.

એશિયા કપના કારણે ઈન્ડિયન ટીમ પાકિસ્તાન ટૂર પર જઈ શકે છે. આની પહેલા ભારતે પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી હતી. આ વખતે જય શાહે ટૂર્નામેન્ટ માટે અપ્રોચ કર્યો છે. જેને જોતા લાગી રહ્યું છે કે ભારત આ કપમાં ભાગ લેવા પાકિસ્તાન જઈ શકે છે.

આ દરમિયાન પ્રાપ્ત થતી માહિતી અનુસાર જય શાહે PCB ચીફ રમીઝ રાજાને IPL ફાઇનલ જોવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ અંગત કારણોસર તે આવી શક્યો નહોતા. ગત વર્ષે 2018માં એશિયા કપનું આયોજન UAEમાં કરાયું હતું. જેમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ટાઈટલ પોતાને નામ કર્યું હતું.