અયોધ્યાથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે યોગી આદિત્યનાથ

January 12, 2022

અયોધ્યા-યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ક્યાંથી ચુંટણી લડશે તેને લઈને હવે સસ્પેન્સ ખતમ થઇ ગયું છે. ત્યારે હવે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે.  જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના સીએમ બનતા પહેલા સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુર લોકસભા બેઠકના સાંસદ હતા. બાદમાં તેમને સીએમ બનાવવા માટે વિધાન પરિષદથી તેમની એન્ટ્રી કરાવવામાં આવી. વિધાન પરિષદ માટે યોગી આદિત્યનાથ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. બાદમાં MLC બનતા તેઓ સીએમ બન્યા હતા.


અત્યારસુધી તે વાતને લઈને ચર્ચાઓ ગરમાઈ રહી હતી કે યોગી આદિત્યનાથ ક્યાંથી ચૂંટણી લડશે. કાશી (વારાણસી), અયોધ્યાની સાથે સાથે માથુરનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. આ તમામ નામોમાં અયોધ્યાના નામ પર મહોર વાગી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. માનવામાં આવે છે કે યોગી આદિત્યનાથ સત્તાના સુત્રો સંભાળ્યા બાદથી જ અહી વિકાસ કાર્યોમાં પ્રગતિ આવી હતી.