ન્યુઝીલેન્ડ ક્રિકેટમાં શોકનું વાતાવરણ, આ ખેલાડીએ દુનિયાને કહ્યું અલવિદા..

January 11, 2023

અમદાવાદ : ન્યુઝીલેન્ડ માટે મંગળવારનો દિવસ ખરાબ સમાચાર લઈને આવ્યો છે. ન્યુઝીલેન્ડના ખુબ જાણીતા અને દિગ્ગજ ક્રિકેટરને આજે ગુમાવ્યા છે. આ ક્રિકેટરે ન્યુઝીલેન્ડના ક્રિકેટ માટે ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. આ ખેલાડી કોઈ બીજું નહિ પરંતુ બ્રુસ મુરે છે. ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં ઘણી કીર્તિ તેમણે હાંસલ કરી છે. બ્રુસ મુરેએ 82 વર્ષની જૈફ ઉમરે છેલ્લા શ્વાસ લીધા હતા. મુરે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હતા, જેમણે ફેબ્રુઆરી 1968માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.

બ્રુસ મુરેએ 13 મેચોમાં કુલ 598 રન કર્યા હતા જેમાં 5 અડધી સદીઓ લાગવી હતી. 1969માં લાહોરમાં રમાયેલી ટેસ્ટમાં તેમણે 90 રનનો ઉચ્ચ સ્કોર હાંસલ કર્યો હતો. બીજી બાજુ પાકિસ્તાનની સામે ઓછા રનવાળી  મેચમાં 127 રનની નિર્ણાયક પહેલી  મેચમાં પણ તેમણે જીત અપાવી હતી. ન્યુઝીલેન્ડે એ મેચ 5 વિકેટથી જીતી હતી. તેમણે આ 3 મેચની શ્રેણી 1-0 થી જીતી હતી અને આ જીત તેમની પહેલી ટેસ્ટ સીરીઝ હતી જે તેઓ જીત્યા હતા. 

1968માં વેલિંગ્ટનમાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતની સામે યોજેઅલી મેચમાં સૈયદ આબિદ અલીને આઉટ કર્યા ત્યારે મુરે એ એવા પહેલા 3 ઇન્ટરનેશનલ પ્લેયરમાંથી કે હતા જેમણે એક પણ રન આપ્યા વિના વિકેટ લીધી હતી. કુલ મુરેએ 102 મેચ રમી હતી જેમાં કુલ 6257 રન કર્યા હતા જેમાં 6 સેન્ચુરીનો સમાવેશ થાય છે.