CBSEના વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, 30 ટકા અભ્યાસક્રમ થશે ઓછો

July 07, 2020

નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મોટી રહાત આપી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ 'નિશંક' (Ramesh Pokhriyal)એ જણાવ્યું હતું કે, સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ 30 ટકા ઘટાડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, સીબીએસઇ પાઠ્યક્રમને 30 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્કૂલોના બંધ હોવાના કારણે શિક્ષણ સમયેમાં પણ ઘટાડો આવ્યો છે. જેનું ધ્યાન રાખતા સીબીએસઇએ શૈક્ષણિક સત્ર 2020-21 માટે ધોરણ 9 - 12 નો અઅભ્યાસક્રમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.