BJP નેતાને 6000 લોકોની ભીડ ભેગી કરવી પડી ભારે, હવે હાઇકોર્ટે લગાવી બરાબરની ફટકાર
December 02, 2020

તાપી : કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક ભાજપ નેતા દ્વારા 6000થી વધુ લોકોની ભીડ એકઠી કરવાને લઇ હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઇકોર્ટે આ ભીડને લઇને અનેક સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે બીજેપી નેતાની પૌત્રીના લગ્ન સમારોહનો એક વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો હતો જેમા 6000થી વધુ લોકો જોવા મળ્યા હતા.
મળતી માહિતી અનુસાર બીજેપી નેતા કાંતિ ગામીત દ્વારા 6000 લોકો એકઠા કરવાને લઇને હાઇકોર્ટે તેની ગંભીર નોંધ લીધી છે. તાપીમાં સગાઇમાં ભીડ ભેગી કરવા માટે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે અનેક સવાલ ઉઠાવ્યા છે કે લગ્ન સમારોહમાં આટલી ભીડ ક્યાથી આવી? અમે પણ 6000 લોકોની આ ભીડનો વીડિયો જોયો છે. તેમજ 6 હજારની ભીડ સામે તમે શું પગલાં લીધા છે?ત્યારે આ અંગે સરકારી વકીલે જણાવ્યું છે કે તપાસના આદેશ આપ્યા છે.
ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર અને પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે અને લોકોને કોરોના માહામારીમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. જો કોઇ વ્યક્તિ માસ્ક વગર જાહેરમાં જોવા મળે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ પણ લાદી દેવામાં આવ્યું છે.
Related Articles
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે ACBએ 30 કરોડની આવક કરતા વધારે સંપત્તિનો કેસ કર્યો
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે AC...
Jan 20, 2021
સુરતમાં પત્નીનું અકસ્માતમાં મોત ખપાવનાર પતિનો ભાંડો ફૂટ્યો, મિત્ર સાથે મળીને ગળુ દબાવી હત્યા કર્યા બાદ ટ્રકનું ટાયર ફેરવી દીધેલું
સુરતમાં પત્નીનું અકસ્માતમાં મોત ખપાવનાર...
Jan 20, 2021
‘વેક્સિન અમે પહેલા લીધી હોત તોય વિરોધ કરત, ન લીધી તોય કોંગ્રેસના પંચાતિયા કહે છે કે તમે પહેલા લો’
‘વેક્સિન અમે પહેલા લીધી હોત તોય વિરોધ કર...
Jan 20, 2021
રાજ્યની શાળાઓમાં બિન શૈક્ષણિક મહેકમ મુદ્દે પરિપત્ર જાહેર કરાયો
રાજ્યની શાળાઓમાં બિન શૈક્ષણિક મહેકમ મુદ્...
Jan 20, 2021
સુરતમાં કોંગ્રેસ નેતાઓ ભાન ભૂલ્યા, કોરોનાના નિયમોને નેવે મૂકી ભોજન સમારંભ યોજ્યો
સુરતમાં કોંગ્રેસ નેતાઓ ભાન ભૂલ્યા, કોરોન...
Jan 20, 2021
સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, સવારે-સાંજે આ સમયમાં મોટા વાહનો પર પ્રતિબંધ
સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા મહત્વપૂર્...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021