કેન્દ્રિય ગૃહ મંત્રી બોલ્યા- પાકિસ્તાન પોતાની હદમાં રહે, હદ વટાવી તો ફરી સર્જિકલ સ્ટ્રાઈક થશે

October 14, 2021

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ગોવામાં હતા. કાશ્મીરમાં તાજેતરમાં થયેલી આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને તેમણે ફરી એકવાર પાકિસ્તાન પર હુમલો કર્યો છે. શાહનું કહેવું છે કે પાકિસ્તાને કાશ્મીરમાં દખલગીરી કરવાની ભૂલ ન કરવી જોઈએ. તેઓ તેમની મર્યાદામાં રહે. જો પાડોશી દેશ તેની હદો પાર કરશે તો ભારત બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં પાછું નહી હટે.

અમિત શાહે દક્ષિણ ગોવાના ધારબંધોરા ખાતે નેશનલ યુનિવર્સિટી ઓફ ફોરેન્સિક સાયન્સિસ (NFSU)નો શિલાન્યાસ કર્યો હતો. એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સરહદો પર હુમલો સહન કરવામાં આવશે નહીં.

જ્યારે આ હુમલો પૂંછમાં થયો ત્યારે ભારતે સૌ પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને વિશ્વને બતાવ્યું હતું કે ભારતની સરહદો સાથે ચેડા કરવા એટલા સરળ નથી. નરેન્દ્ર મોદી અને મનોહર પર્રિકરના નેતૃત્વમાં પહેલી વાર ભારતે પોતાની સરહદોની સુરક્ષા અને આદર સાબિત કર્યો હતો. '

શાહે સભામાં પૂર્વ રક્ષા મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી રહેલા દિવંગત મનોહર પર્રિકરને યાદ કર્યા. તેમણે કહ્યું પૂરો દેશ મનોહર પર્રિકરને બે વસ્તુઓ માટે હંમેશા યાદ કરશે. તેમણે ગોવાને ઓળખાણ આપી અને બીજું તેમણે ત્રણેય સેનાઓને વન રેન્ક, વન પેન્શન આપ્યું.

ગોવામાં આવનારા વર્ષે ચૂંટણી થવા જઈ રહી છે. અમિત શાહની આ મુલાકાતને ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહી છે. ગોવા પાર્ટીના અધ્યક્ષ સદાનંદ શેત તનવડેના જણાવ્યા અનુસાર શાહ ભાજપની પ્રદેશ કોર કમિટી, ધારાસભ્યો અને પક્ષના કાર્યકરો સાથે પણ અનેક પાર્ટી બેઠકો કરવાના છે. અગાઉ રાજ્યના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ બુધવારે શાહની મુલાકાત અગાઉ તૈયારીઓનો તાગ લીધો હતો.