ચીની કંપની VIVO હવે IPL સ્પોન્સર નહીં રહે:2023થી TATA ગ્રુપ IPLનું નવુ ટાઈટલ સ્પોન્સર, VIVOએ 2200 કરોડમાં સ્પોન્સરશિપ ડીલ કરી હતી

January 11, 2022

ચીનની મોબાઈલ ફોન નિર્માતા કંપની VIVO(વિવો) હવે IPLની ટાઈટલ સ્પોન્સર રહેશે નહીં. તેમના સ્થાને TATA ગ્રુપને IPLનું નવું ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. આવતા વર્ષથી એટલે કે 2023થી આ ટૂર્નામેન્ટ હવે TATA IPL તરીકે ઓળખાશે. ગયા વર્ષે, ચીન અને ભારતમાં તણાવ વચ્ચે VIVO પાસેથી ટાઈટલ રાઈટ્સ ટ્રાન્સફર થઈ શક્યા ન હતા.

VIVO માત્ર 2022 સુધી IPLનું સ્પોન્સર રહેશે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર એજન્સી PTIને આ અંગે માહિતી આપી છે. મંગળવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.