ન્યાયાધિશોની ટિપ્પણીઓનું રિપોર્ટિગ કરતા મિડિયાને રોકી શકાય નહીં: સુર્પ્રીમ કોર્ટ

May 03, 2021

મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે હત્યા નો કેસ ચૂંટણી પંચનાં અધિકારીઓ વિરુદ્ધ ચાલવો જોઈએ, જેને ચૂંટણી પંચે સુપ્રીમમાં પડકારી છે
અદાલતમાં ન્યાયાધીશોની મૌખિક ટિપ્પણીઓની જાણ કરવી વ્યાપક લોકહિતની બાબત છે
નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે તેની એક મહત્વપુર્ણ ટિપ્પણીમાં કહ્યું છે કે કોર્ટને સુનાવણી દરમિયાન ન્યાયાધીશો દ્વારા કરવામાં આવતી મૌખિક ટિપ્પણીઓનું રિપોર્ટિગ કરતા  મીડિયાને રોકી શકાય નહી, કારણ કે અદાલતમાં ન્યાયાધીશોની મૌખિક ટિપ્પણીઓની જાણ કરવી વ્યાપક લોકહિતની બાબત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મીડિયાને આવી ટિપ્પણીઓ અંગે રિપોર્ટીંગ કરતા તે રોકી શકે નહીં કારણ કે તે જવાબદારી નક્કી કરે છે.


સુપ્રીમ કોર્ટમાં મદ્રાસ હાઈકોર્ટની તે ટિપ્પણી વિરુદ્ધ ચૂંટણી પંચે અરજી દાખલ કરીને પડકારી છે, જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે હત્યા નો કેસ ચૂંટણી પંચનાં અધિકારીઓ વિરુદ્ધ ચાલવો જોઈએ. ચૂંટણી પંચની અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે મૌખિક નિવેદનો અથવા ટિપ્પણી આપવામાં આવે છે, ત્યારે મીડિયાએ તેનું રિપોર્ટિંગ કરવું જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે આ કેસમાં કહ્યું કે મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી શકાય નથી. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચની અરજી અંગે એક અલગ હુકમ કરશે.


લોકો કોર્ટમાં શું બન્યું તે જાણવા માગે છે: જ્યારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં સોમવારે સુનાવણી કરી ત્યારે જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે આખરે અદાલતમાં શું થઈ રહ્યું છે, કોર્ટમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માંગે છે, અને કયા વિષય પર દલીલો થાય છે તેની તમામ માહિતી લોકો જાણવા માંગે છે. આથી ન્યાયિક પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધે છે. હાઇકોર્ટ આપણી ન્યાયિક પ્રક્રિયાનું મહત્વપૂર્ણ અંગ છે. અમે તેમને આ બાબતે હતોત્સાહિત કરી શકીએ નહીં, જ્યારે કેસ સુનાવણી માટે આવે છે, ત્યારે બધી દલીલો રજૂ કરવામાં આવે છે, અને કોર્ટની ટિપ્પણીઓ તેમાં આવે છે. તેને હકારાત્મક રીતે લેવામાં આવે.


ચૂંટણી પંચની તરફેણમાં વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી કે હાઈકોર્ટ સમક્ષ આવું કોઈ તથ્ય નહોતું અને તેમણે પુરાવા વિના હત્યાનો કેસ ચલાવવાની ચૂંટણી પંચ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે જ્યારે ચૂંટણી રેલીઓ થઈ રહી હતી ત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ નહોતી. આ ટિપ્પણી પછી, સોશિયલ મીડિયા પર સતત નિવેદનો આવ્યા હતા અને એવું કહેવાતું હતું કે ચૂંટણી પંચ હત્યારૂ છે. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને ખબર નથી કે આખરે આવું શું થયું હતું કે ન્યાયાધીશે આવી ટિપ્પણી કરવી પડી. ઘણી વખત એવું બને છે કે સતત હુકમ થાય છે અને તેનો અમલ થતો નથી અને પછી અદાલત વાસ્તવિકતા જોઈને ટિપ્પણી કરે છે.