કોરોના અને લોકડાઉનને કારણે કેનેડાના અર્થતંત્રને માઠી અસર

September 08, 2020

  • જીડીપીમાં વાર્ષિક ૩૯. ટકા સુધીના તફાવતનો પ્રથમ ત્રિમાસિક ગાળામાં અંદાજ

ઓટાવાઃ સ્ટેટેસ્ટીકસ કેનેડાના જણાવ્ય મુજબ બીજા અર્ધ વાર્ષિક સમયગાળામાં કેનેડાના અર્થતંત્રમાં ઝડપી અને વિક્રમજનક ઘટાડો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ કોવિડ -૧૯ની વૈશ્વિક મહામારી છે. જેમાં બીન જરૂરી વ્યાપાર ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડી હતી. એજન્સીના જણાવ્યા મુજબ સાચા વાર્ષિક જીડીપીમાં ૩૮. ટકાનો ઘટાડો ત્રણ માસમાં જોવા મળ્યો હતો. જે ર૦૦૯ની વૈશ્વિક મંદી કરતા પણ વધુ હતોઅર્થશાત્રીઓ વાર્ષિક ૩૯. ટકા સુધીનો તફાવત ત્રિમાસિક ગાળામાં અંદાજી રહયા છે. જાણકારી ફાઈનાન્શીયલ માર્કેટસ ડેટા ફર્મ રીફીનીટીવ તરફથી મળી છે. અર્થતંત્રના લગભગ બધા પાસાઓનો ઉપયોગ જીડીપીની ગણતરી સમયે કરવામાં આવે છે, પણ એપ્રિલ,મે અને જુન માસમાં સૌથી ઓછો હતો. જેનું કારણ એપ્રિલથી અમલી લોકડાઉન હતું. જેને કારણે આર્થિક આઉટપુટ મે માસમાં ઘટીને . ટકા થઈ ગયો હતો. જે હવે જુન બાદ વધીને . ટકા સુધી પહોંચી શકયો છે. એજન્સીના પ્રાથમિક અંદાજ મુજબ જુલાઈમાં સાચા જીડીપીમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. ર૦ર૦ના બીજા ત્રિમાસિક ગાળા ઉપર અગાઉની ખાધની મોટી અસર જોવા મળી શકે છે અને વર્ષ દરમિયાન અર્થતંત્રના સુધાર માટેનો માર્ગ લાંબો અને પડકારરૂપ બની રહેશે. કેમ કે, જુનમાં જણાયેલા સુધારા છતાં મહામારી પૂર્વેના સ્તર કરતા હજુ ટકા નીચો જણાય છે એમ સ્ટેસ્ટીકસ કેનેડા માને છે.

ગુરૂવારે બેંક ઓફ કેનેડાના ગવર્નર ટીફ મેકલેમે એક સમારંભમાં જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ની અસરમાંથી બેઠા થવામાં વધુ સમય લાગશે. કેમ કે હજુ કેટલાક પ્રતિબંધોને કારણે નાના અને મધ્યમઉદ્યોગોને ફરીથી શરૂ થવામાં સમય લાગશે. ખાસ કરીને રેસ્ટોરાં અને હોસ્પીટાલીટી સેકટરને વધુ મુશ્કેલી પડશે. આણ છતાં અમે ઝડપથી રીકવરીની અપેક્ષાઓ રાખી રહયા છીએ.