તાનાશાહ કિંમનો દેશ ગરીબીને આરે! દુનિયાભરમાં બંધ કર્યા ઉત્તર કોરિયાના દૂતાવાસ

November 11, 2023

ઉત્તર કોરિયા ચીન અને રશિયા જેવા તેના પરંપરાગત મિત્રો સાથે મિત્રતા ગાઢ બનાવી રહ્યું છે. પરંતુ આ પછી પણ તેને પૈસાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેની અસર હવે તેના વિદેશી દૂતાવાસો પર પણ જોવા મળી રહી છે.

નાણાંની અછતથી ઝઝૂમી રહેલા ઉત્તર કોરિયાએ પોતાની વિદેશી હાજરી ઓછી કરવી પડી રહી છે. તાનાશાહ કિમ જોંગ ઉનના દેશે તેના એક ક્વાર્ટર રાજદ્વારી મિશન બંધ કરવા પડ્યા છે. ખરાબ અર્થવ્યવસ્થાએ દેશની કમર તોડી નાખી છે.

અહેવાલ મુજબ યુગાન્ડા, અંગોલા, હોંગકોંગ અને સ્પેનમાં ઉત્તર કોરિયાના દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યા છે. આ દૂતાવાસોમાં કામ કરતા રાજદ્વારીઓ અને કર્મચારીઓએ તેમની બેગ પેક કરી છે. હવે તે ઉત્તર કોરિયા જવા રવાના થવાના છે.

રિપોર્ટ અનુસાર, અન્ય 8 દેશોમાં ઉત્તર કોરિયાના દૂતાવાસ સાથે પણ આવું જ કંઈક થવાનું છે. ઉત્તર કોરિયાના કેટલાક દેશો સાથે સારા સંબંધો હતા જેમની દૂતાવાસો બંધ કરવામાં આવી રહી છે.