રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાનનો માર

March 19, 2023

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સાઈક્લોનીક સર્ક્યુલેશનની અસરથી રહશે કમોસમી વરસાદ.અમદાવાદ, ગાંધીનગર, નડિયાદમાં વરસાદની આગાહી. વડોદરા, ખેડા, આણંદ સહિત રહેશે કમોસમી વરસાદ. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લીમાં રહેશે કમોસમી વરસાદ. કચ્છ,જૂનાગઢ,ભાવનગર,ઉનામાં વરસાદની આગાહી. બોટાદ, ગોંડલ અમરેલી સહિત માવઠાનું સંકટ,કચ્છ,જૂનાગઢ,ભાવનગર,ઉના, બોટાદ, ગોંડલ અમરેલી સહિત માવઠાનું સંકટ

IMDએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કરા પડ્યા હતા. હવામન વિભાગે આગાહી કરતા રહ્યું કે, 19 માર્ચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ વાવાઝોડું, વીજળી, ભારે પવન અને કરા પડવાની સંભાવના છે.