મહામારીમાં ૬પ વર્ષથી ઓછી વયના દર્દીઓના મોતનું કારણ દવાઓનો ઓવરડોઝ કે શરાબ : સ્ટેટકેન

July 20, 2021

  • ૪૪ વર્ષથી ઓછા વયજુથમાં શરાબ સેવનથી ર૦૧૯માં ૩રપ અને ર૦ર૦માં ૪૮૦ મોત થયા 

ટોરોન્ટો : સોમવારે સ્ટેટકેન દ્બારા જાહેર કરાયેલા અહેવાલમાં કોવિડ-૧૯ મહામારીને કારણે લાંબા ચાલેલા લોકડાઉન દરમિયાન થયેલા ઓવરડોઝ અને શરાબ સેવનને કારણે થયેલા મૃત્યુના આંકડાઓમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી. આંકડાઓ મુજબ ૬પ વર્ષથી ઓછી વયના મૃતક કેનેડીયનોનું પ્રમાણ માર્ચ ર૦ર૦ અને એપ્રિલ ર૦ર૧ દરમિયાન પપ૩પ જેટલું નોંધાયું હતું. આ સમયગાળામાં જ કોવિડને કારણે થયેલા મૃત્યુના આંક પણ આ જ વયજુથમાં વધુ હતો. 
અહેવાલમાં એમ પણ જણાવાયું હતું કે, કેટલીકવાર તો આ આંકડા કોવિડ-૧૯ને કારણે થનારા મૃત્યુથી પણ વધુ હતા. ખાસ કરીને નાની વયના કેનેડીયનોમાં એ જોવા મળ્યું હતું. 
૪૪ વર્ષથી ઓછા વયજુથમાં શરાબ સેવનને લગતા મૃત્યુ ર૦૧૯માં જે ૩રપ હતા, એ ર૦ર૦માં વધીને ૪૮૦ થયા હતા. એ રીતે જ ૪પથી ૬૪ વર્ષના વયજુથમાં પણ આ આંકડા વધુ જોવા મળ્યા હતા. 
શરાબ સેવનને કારણે થતા મૃત્યુમાં રોગ અને સ્થિતિ અને શરાબનું વધુ પ્રમાણમાં સેવનને જ ધ્યાનમાં રખાયા હતા.
એમાં કાર અકસ્માતને ગણતરીમાં લીધા નહોતા. વળી આ પ્રકારના મૃત્યુ સ્ત્રી અને પુરૂષ બંનેમાં જોવા મળ્યા હતા અને એમાં પણ લીવર સંબંધિત રોગોનો પ્રભાવ વધુ જોવા મળ્યો હતો. તેમજ એ લોકોની માનસિક સ્થિતિ કે વર્તનમાં વિચિત્રતા પણ કારણરૂપ હતી. આ અહેવાલ આવ્યા પહેલા ઓન્ટેરિયો, અલ્બર્ટા અને બ્રિટીશ કોલંબિયામાં આવા મૃત્યુનું પ્રમાણ વધુ હતું, જેમાં માનસિક આરોગ્યનું કારણ વધુ હતું. સ્ટેટકેન ઉમેરે છે કે, લોકડાઉનને કારણે આવા લોકોને વ્યકિતગત કાઉન્સેલીંગ નહીં મળી શકયું હોવાથી પણ મૃત્યુનું પ્રમાણ વધ્યું હોઈ શકે. ા ઉપરાંત કોવિડ-૧૯ને કારણે સર્જાયેલી સ્થિતિમાં લોકોની આર્થિક, સામાજિક અને શારીરિક ક્ષમતામાં ઘટાડો થવાનું ફેકટર પણ ગણતરીમાં લઈ શકાય. 
દવાઓ કે, શરાબના ઓવરડોઝને કારણે મૃત્યુદર વધ્યો હોવાનું તારણ આ અહેવાલ રજુ કરે છે.