ફિલિપાઈન્સમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

January 22, 2022

યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, શનિવારે 02:26:13 GMT પર ફિલિપાઈન્સના સરંગાનીથી 231 કિમી દક્ષિણ પૂર્વમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું એપી સેન્ટર 23.99 કિમીની ઊંડાઈએ, 3.6951 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 126.6747 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ભૂકંપ બાદ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. સાથે જ હજુ સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનની કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ.

વિશ્વના ઘણા દેશોમાં આવ્યો ભૂકંપ 

જણાવી દઈએ કે હાલમાં વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવી રહ્યા છે. બે દિવસ પહેલા જ ગુરુવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એના આગળના દિવસે એટલે કે બુધવારે જ ઇન્ડોનેશિયાના સેરામમાં પણ 5.5ની તીવ્રતાના ભૂકંપે ધરા ધ્રુજાવી હતી. એ જ દિવસે તાજિકિસ્તાનમાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.