વડોદરામાં વોર્ડ નંબર 8 ના સફાઈ કર્મીની નાહવા ગયેલી વૃદ્ધ માતાને અચાનક એટેક આવતા મોત

October 30, 2023

વડોદરા- નાહવા ગયેલી શ્રમજીવીનું વૃદ્ધા બાથરૂમમાં પડી જતા આવેલા હાર્ટ એટેકથી સફાઈ કર્મીનીવૃદ્ધ માતાનું મોત થયું  હતું. જેતલપુર રોડ પર રોડના અગ્રવાલ ગેસ્ટ હાઉસ સામે હરીજન વાસમાં રહેતા રાજેશ ચંદુભાઈ સોલંકી વોર્ડ નંબર 8 અલકાપુરી ખાતે સફાઈ સેવક કર્મચારી તરીકે કામ કરે છે.
પોતાના ઘરે બાથરૂમમાં વૃદ્ધ માતા કાશીબેન સવારે નાહવા ગયા હતા ત્યારે અચાનક બાથરૂમમાં પડવાનો અવાજ આવ્યો હતો. જેથી રાજેશભાઈએ તપાસ કરતા વૃદ્ધ માતા બાથરૂમમાં પડી ગયા હતા અને કાંઈ બોલી શકતા ન હતા. આસપાસમાં રહેતા ભાઈઓને બોલાવી બેહોશ માતાને ઇમર્જન્સી 108 માં સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા. અગાઉ પણ બે ત્રણ વાર હાર્ટ એટેક આવી ગયા હોવાથી મૃત માતાનું પોસ્ટમોર્ટમ કરવાની પરિવારજનોએ ના પાડી હતી.