ઓન્ટેરિયોમાં વિપક્ષના વિરોધ વચ્ચે ચૂંટણી ખર્ચ ખરડો સુધારા સાથે પસાર

June 19, 2021

  • ચૂંટણી પહેલાના 6 મહિનાથી એક વર્ષ સુધીના સમયગાળામાં ખર્ચની મર્યાદા ૬૦૦૦૦૦ યુએસ ડોલર કરાઈ
ટોરોન્ટો : ઓન્ટેરિયોના પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ સાંસદો પોતાના અધિકારોનો ઉપયોગ કરી શકયા નહોતા, સોમવારે જયારે સંસદમાં થર્ડ પાર્ટી ઈલેકશન એડવર્ટાઈઝીંગ ખરડો બિલ નંબર ૩૦૭ જો કે ની કલમ સાથે પસાર થઈ ગયો હતો. આ સમયે વિરોધીઓએ ગૃહમાં માત્ર ' શેઈમ, શેઈમ'ના નારા લગાવ્યા હતા. આ ખરડો વર્તમાન ઈલેકશન ફાઈનાન્સ એકટમાં સુધારા માટેનો હતો અને ગયા અઠવાડિયે વિરોધ પક્ષોએ એને ગેરબંધારણીય ગણાવીને ભારે વિરોધ કર્યો હતો. સુધારામાં જે કલમની જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ ધારાસભ્યો પાંચ વર્ષની મુદત માટે ચાર્ટરના ભાગોને પાછા ખેંચી શકશે. વિરોધ પક્ષોએ એવી દલીલ કરી છે કે, ડગ ફોર્ડની સરકાર આવતા વર્ષે યોજાનારી પ્રાંતિય ચૂંટણીમાં ટીકાકારોને ચૂપ કરી દેવા માટે આવા સુધારા લાવવાનો પ્રયાસ કરી રહી છે. એનડીપીના નેતા એન્ડ્રીયા હોવાર્થ કહે છે કે, આ પગલું હતાશામાં લેવાયું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. ધી ન્યુ ડેમોક્રેટસ સભ્યોએ આખો દિવસ મહામારીને લગતા ઠરાવો પસાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ કિવન્સ પાર્કમાં સોમવારે ફોર્ડે કહ્યું હતું કે, હું થાકી કે હારી જાઉ તેમ નથી. હું લોકોના રક્ષણ માટે દિવસ રાત કામ કરવા તૈયાર છું. ગયા અઠવાડિયે ઓન્ટેરિયોના ઉપલી અદાલતના જસ્ટીસ એડવર્ડ મોર્ગને કહ્યું હતું કે, કન્ઝર્વેટિવ સરકાર પ્રતિબંધિત ચૂંટણી પૂર્વેના ખર્ચને બમણો કરવા માટે થર્ડ પાર્ટી એડવર્ટાઈઝમેન્ટને ચૂંટણી આવવાના એક વર્ષ પહેલાથી જ અટકાવી દેવા માંગે છે. જે ગેરબંધારણીય છે. નવા સુધારા મુજબ ચૂંટણી જાહેર થાય એના પહેલા છ માસથી એક વર્ષમાં ખર્ચની મર્યાદા ૬૦૦૦૦૦ યુએસ ડોલરની રહેશે. આ મર્યાદા શા માટે બમણી કરવામાં આવી છે એ સમજાતુ નથી એમ મોર્ગને કહ્યું હતું. વળી, આને કારણે અદાલતમાં આ નિર્ણયને પડકારવાનો પણ કોઈ મતલબ નહીં રહે. આ ખરડા સામે વિરોધ થતાં ગયા અઠવાડિયે જ સુધારીને ફરીથી પટલ પર મુકવામાં આવ્યો હતો અને એના વિશે લાંબી ચર્ચા પણ થઈ હતી. હવે આ ખરડો ગૃહમાં પસાર થઈ ગયા પછી પણ રાજકીય વર્તુળોમાં એની ચર્ચા ચાલતી રહેશે.