ઇપીએલે ખેલાડીઓના કરારના વિસ્તરણને આપી મંજૂરી

May 16, 2020

નવી દિલ્હીઃ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ૩૦ જૂને સમાપ્ત થતા ખેલાડીઓના કરારને વધારવા ક્લબને મંજૂરી આપી દીધી છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે ઇપીએલ૧૩ માર્ચથી મુલતવી રાખવામાં આવી છે અને જૂનમાં ફરી શરૂ થવાની સંભાવના છે. તે પહેલાં, લીગના ૨૦ ક્લબોએ ખેલાડીઓના કરાર સંબંધિત એક બેઠક યોજી હતી.લીગ દ્વારા જારી કરવામાં આવેલી મીટિંગમાં કહેવામાં આવ્યું છે કે શેરહોલ્ડરો અને પ્રીમિયર લીગ સાથેની મીટિંગમાં કરારને એવા ખેલાડીઓ સુધી લંબાવાની મંજૂરી આપવામાં આવી છે જેમના કરારો વર્ષે ૩૦ જૂને સમાપ્ત થાય છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઇંગ્લેન્ડની સરકારે જૂનથી ખલા સ્ટેડિયમમાં રમતો ફરી શરૂ કરવાના સંકેત આપ્યા હતા અને ત્યારથી પ્રીમિયર લીગ ૨૦૧૯-૨૦ સીઝન ફરી શરૂ કરવાના માર્ગોની શોધ કરી રહી છે.પ્રીમિયર લીગના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ માસ્ટર્સે કહ્યું કે ખેલાડી ૩૦ જૂનથી સીઝનના અંત સુધી પોતાનો કરાર લંબાવી શકે છે. પરંતુ માટે, ક્લબ અને ખેલાડીઓ બંનેએ સંમત થવું જોઈએ. કરારને સ્વીકારવા માટે ક્લબ અને ખેલાડીઓ પાસે હવે ૨૩ જૂન સુધીનો સમય રહેશે.