MSCI વેઇટેજમાં રિવિઝનની ધારણાએ માર્કેટમાં તેજીની આશા

October 28, 2020

મુંબઈ : એમએસસીઆઈ ગ્લોબલ ઈન્ડાઈસિસમાં ભારતીય સિક્યુરિટીઝના વેઈટેજમાં રિવિઝનની શક્યતા પાછળ મંગળવારે ભારતીય બજારે વૈશ્વિક હરીફોની સરખામણીમાં આઉટપર્ફેર્મન્સ દર્શાવ્યું હતું. સાથે આ રિવિઝનને કારણે જે કંપનીઓને લાભ થવાનો છે, તેમના શેર્સમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં ઈપ્કા લેબ અને કોટક મહિન્દ્રા બેંકે અનુક્રમે ૧૪ ટકા અને ૧૨ ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો. આ બંને કંપનીઓ તેમજ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝને એમએસસીઆઈમાં પ્રથમવાર સમાવવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે જે કંપનીઓ અગાઉથી ઈન્ડેક્સમાં સામેલ છે, તેમનું વેઈટેજ વધશે. જેને કારણે ઈન્ડેક્સમાં કુલ ૨.૫ અબજ ડોલરનું પેસિવ ઈન્વેસ્ટમેન્ટ વધે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલ(એમએસસીઆઈ) તેના એમએસસીઆઈ ગ્લોબલ ઈન્ડેક્સિસમાં ભારતીય સિક્યુરિટીઝ સંબંધી ફેરિન ઓવનરશિપ લિમિટ્સ(એફઓએલ)માં કરવામાં આવેલા ફેરફરનો નવેમ્બર ૨૦૨૦માં મળનારી સેમી એન્યૂઅલ ઈન્ડેક્સ રિવ્યૂ(એસએઆઈઆર)માં અમલ કરશે. જે ૧ ડિસેમ્બર ૨૦૨૦થી અમલી બનશે. એફઓએલ ફેરફર વિદેશી પોર્ટફેલિયો રોકાણકારોને ભારતીય કંપનીઓમાં રોકાણ પરની મર્યાદામાં રાહત આપશે. આને કારણે એમએસસીઆઈ ઈએમ(ઈર્મિંજગ માર્કેટ્સ)માં સમાવિષ્ટ વર્તમાન કંપનીઓનું વેઈટ હાલના ૮.૧ ટકાથી વધુ ૮.૭ ટકા થશે. જેને કારણે લગભગ ૧.૯૩ અબજ ડોલરનો નવો પેસિવ ઈનફ્લો જોવા મળી શકે છે.જ્યારે ઈન્ડેક્સમાં નવી ઉમેરાનારી કંપનીઓમાં ૦.૬ અબજ ડોલરનો પેસિવ ઈનફ્લો ઉમેરાશે. આમ કુલ ૨.૫ અબજ ડોલરનો નવો ફ્ંડ ફ્લો ભારતીય કંપનીઓમાં જોવા મળશે.