મંગળ ગ્રહ પર જોવા મળ્યો રીંછનો ચહેરો, તસ્વીર જોઈને વૈજ્ઞાનિકો ચોંકી ગયા

January 28, 2023

નાસાના માર્સ રિકોનિસન્સ ઓર્બિટર સેટેલાઇટે રીંછનો ચહેરો કેપ્ચર કર્યો
નવી દિલ્હી- નાસાના માર્સ રિકોનિસન્સ ઓર્બિટર સેટેલાઇટે મંગળ ગ્રહ પર રીંછના ચહેરા  વાળો ફોટો કેપ્ચર છે. મંગળગ્રહની આસાપાસ આ સેટેલાઈટ મંગળગ્રહના મોસમનો અભ્યાસ કરવા માટે ચક્કર લગાવી રહ્યો હતો આ સમયે રીંછના મોઢા વાળો ફોટો વૈજ્ઞાનિક દ્રારા સ્પોટ કરવામાં આવ્યો હતો.


નાસા તરફથી અવાર નવાર અવકાશમાં સેટેલાઈટને સ્પેસ પર સ્ટડી માટે મોકલવામાં આવે છે. મંગળગ્રહ પર આ પહેલા પણ  અજબગજબ આકૃતિઓ જોવા મળી છે. નાસાના  આ ઓર્બિટરે 12 ડિસેમ્બર 2022ના રોજ રીંછનો ચહેરો કેપ્ચર કર્યો  હતો. વાસ્તવમાં આ એક ટેકરી જેવી ઊંચી જગ્યાની તસવીર છે. આ આકૃતિ એકદમ રીંછના મોઢા સમાન દેખાય છે. જેમાં રીંછના ચહેરાની જેમ ચારે બાજુ એક ગોળાકાર વર્તુળ છે. આંખોની જગ્યાએ બે ક્રેટર એટલે કે ખાડા દેખાય છે. તસવીરમાં નાક અને મોંને બદલે ડુંગરાળ વિસ્તાર જોવા મળે છે.