લખીમપુર હિંસાની લડાઈ રાષ્ટ્રપતિભવન સુધી પહોંચી

October 13, 2021

લખીમપુર  : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં આજે એક પ્રતિનિધિ મંડળે લખીમપુર હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને હિંસા સાથે જોડાયેલા તથ્યો સોંપ્યા હતા. કોંગ્રેસી નેતાઓએ રાષ્ટ્રપતિને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને તેમના પદ પરથી હટાવવાની માંગણી કરી છે.

મુલાકાત પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, પીડિત પરિવારોની માંગ છે કે, જેમણે પણ તેમના દિકરા ગુમાવ્યા છે તેમને સજા મળવી જોઈએ. એવું પણ કહ્યું છે કે, જે વ્યક્તિએ હત્યા કરી છે (આશિષ મિશ્રા) તેના પિતા દેશના ગૃહ રાજ્યમંત્રી છે. જ્યાં સુધી તેઓ તેમના પદ પર છે ત્યાં સુધી ન્યાય મળશે નહીં. એ વાત અમે રાષ્ટ્રપતિને જણાવી છે.

પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીની વાત આગળ વધારતા કહ્યું કે, ગૃહ રાજ્ય મંત્રી આરોપીના પિતા છે. જ્યાં સુધી તેમને સસ્પેન્ડ નહીં કરાય ત્યાં સુધી ન્યાય નહીં મળી શકે. શહીદ પત્રકાર અને ખેડૂતો પરિવારજનોની પણ આ જ માંગણી છે.