દેશમાં કોરોના વેક્સિનની આડઅસરનો પહેલો કેસ સામે આવ્યો, માંગ્યું 5 કરોડનું વળતર

November 29, 2020

નવી દિલ્હી- કોરોના વેક્સિનની આડઅસરનો પહેલો કેસ સામે આવ્યો છે. ચેન્નઈમાં તૈયાર થયેલી કોવિડશીલ્ડ વેક્સીનના ટ્રાયલમાં ભાગ લીધા બાદ એક વ્યક્તિને ડોઝ આપ્યા બાદ તેને ગંભીર રીતે સાઈડ ઈફેક્ટ થઈ છે. ઉલ્લેખનીય છે કે, આ વૈક્સીનને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરી છે.
40 વર્ષિય આ વ્યક્તિનું કહેવુ છે કે, વેક્સીનનો ડોઝ લીધા બાદ તેને ગંભીર રીતે સાઈડ ઈફેક્ટ થઈ હતી, જેમાં વર્ચુઅલ ન્યૂરોલોજિક્લ બ્રેકડાઉન જેવી સમસ્યા પણ થઈ છે. ત્યારે હવે આ વ્યક્તિએ પાંચ કરોડ રૂપિયાનું વળતર પણ માગ્યુ છે.


થોડા દિવસ પહેલાની જ વાત છે, જ્યાં આ વેક્સીનના ટ્રાયલમાં એક ગંભીર ભૂલ સામે આવી હતી. જો કે, આ ભૂલ એક રીતે સારા અર્થમાં સાબિત થઈ હતી. હકીકતમાં ટ્રાયલમાં જે લોકોને વેક્સીનનો ઓછો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમાં 90% અસર થઈ હતી.

જ્યાંરે જે લોકોને બે ડોઝ આપવામાં આવ્યા હતા. તેમાં વેક્સીનની 62% અસર પ્રભાવી થઈ હતી. જે બાદ પૂર્વમાં વેક્સીનની અસરકારકતા વિશે કરાયેલા નવા દાવા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. એસ્ટ્રાજેનેકાએ બુધવારના રોજ એક નિવેદન આપી અંગે સ્પષ્ટતા પણ કરી હતી.