કેરળમાં પ્રથમ મોત, ભારતમાં મૃત્યુઆંક 20એ પહોંચ્યો

March 28, 2020

નવી દિલ્હી  : ભારતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે કેરળમાં પણ એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. કેરળની એર્નાકુલમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા 69 વર્ષીય વ્યક્તિનું શનિવારે અવસાન થયું છે. રાજ્યમાં આ ચેપી રોગને કારણે મૃત્યુ પામવાનો આ પહેલો કેસ છે. 

સરકારી હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે કે એર્નાકુલમનાં રહેવાસી આ વ્યક્તિને દુબઈથી પરત ફર્યા બાદ 22 માર્ચે તેને એક અલગ વોર્ડમાં દાખલ કરાયો હતો.

આ મૃત્યુ સાથે ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 20 થઈ ગઈ છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે ન્યુમોનિયાના લક્ષણોને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને હાર્ટ ડિસીઝ અને હાઈ બ્લડ પ્રેશર પણ હતું અને બાયપાસ સર્જરી પણ કરાવી હતી.